1000 કરોડની ક્રિશ 4માં હૃતિક રોશન સાથે પ્રિયંકા ચોપડા! ન્યૂયોર્કમાં મુલાકાત બાદ અટકળો
Priyanka Chopra in Krrish 4: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ પ્રોડ્યુસર અને ડિરેક્ટર રાકેશ રોશને પોતાના X એકાઉન્ટ દ્વારા લોકોને એક મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. આ સરપ્રાઈઝ આપતા તેમણે કહ્યું હતું કે, 'હું હવે 'ક્રિશ 4' ના ડિરેક્શનની કમાન હૃતિક રોશનને સોંપુ છું.' એવામાં હૃતિક ન્યૂયોર્કની ટ્રિપ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસને પણ મળ્યો હતો. આ મુલાકાત પછી, ક્રિશ 4 પ્રિયંકાને લેવાની અટકળો શરુ થઈ ગઈ છે. હવે અહેવાલો મુજબ પ્રિયંકા ચોપરા ફરી એકવાર આ ફિલ્મમાં વાપસી કરવા જઈ રહી છે.
'ક્રિશ 4'માં જોવા મળી શકે છે પ્રિયંકા ચોપરા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૃતિક રોશન અને આદિત્ય ચોપરાએ 'ક્રિશ 4' માં મુખ્ય ભૂમિકા માટે પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ 'ક્રિશ'ના અગાઉના બે ભાગોમાં, હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા વચ્ચેની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સફર 'કોઈ મિલ ગયા', 'ક્રિશ' અને 'ક્રિશ 3' ના પાત્રોની આસપાસ ફરશે. આવી સ્થિતિમાં, 'ક્રિશ 4' માં પ્રિયંકા ચોપરાનું પુનરાગમન કન્ફર્મ થઈ ગયું છે અને તે પ્રિયાના પાત્રમાં જોવા મળશે.
ક્રિશ 4 નું પ્રિ-પ્રોડક્શન કાર્ય પૂરજોશમાં
હાલમાં, યશ રાજ ફિલ્મ્સમાં ક્રિશ 4 નું પ્રિ-પ્રોડક્શન કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી બાજુ, હૃતિક રાઈટર સાથે કામ કરી રહ્યો છે જ્યારે આદિત્ય સ્ક્રિપ્ટને સુધારવામાં મદદ કરી રહ્યો છે. અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે, 'કેટલાક પ્રોજેક્ટ્સ VFX ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, પરંતુ ક્રિશ 4 એક એવી ફિલ્મ છે જ્યાં VFX ની શરૂઆત જ સ્ટોરીથી થાય છે.'
આ પણ વાંચો: રાજકુમાર રાવ અને કિર્તી સુરેશની જોડી રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર
28 માર્ચે રાકેશ રોશને જણાવ્યું હતું કે, 'ડુગ્ગુ 25 વર્ષ પહેલા મેં તને એક એક્ટર તરીકે લોન્ચ કર્યો હતો, અને આજે 25 વર્ષ પછી તને ફરીથી બે ફિલ્મ નિર્માતાઓ આદિત્ય ચોપરા અને હું અમારી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ક્રિશ 4 માં તને ડિરેક્ટર તરીકે લોન્ચ કરી રહ્યા છીએ.'