રાજકુમાર રાવ અને કિર્તી સુરેશની જોડી રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર
- ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે
મુંબઇ : રાજકુમાર રાવ અને કિર્તી સુરેશની જોડી રૂપેરી પડદે ધૂમ મચાવાવ તૈયાર છે. રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખા એક નવી સ્ક્રિપ્ટની તલાશમાં હતા. હવે નવા પ્રોજેક્ટ માટે રાજકુમાર રાવના ઓપોઝિટ કિર્તી સુરેશને કાસ્ટ કરવામાં આવી છે.
આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે. ફિલ્મ વિશેની વધુ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.
કિર્તી સુરેશ દર્શકો અને ફિલ્મસર્જકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. તેથી જ રાજકુમાર રાવ અન ેપત્રલેખાએ તેને પોતાની ફિલ્મમાં ફાઇનલ કરી છે. એક રિપોર્ટના અનુસાર, રાજ કુમાર રાવ અને કિર્તીની ફિલ્મ એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ હશે. આ ફિલ્મ થિયેટરમાં પહેાલ રિલીઝ કરવામાં આવશે કે ઓટીટી પ્લેટફોર્મ પર તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.