Entertainment

ખોસલા કો ઘોસલા ટુના દિગ્દર્શક બદલાયા : હુમા કુુરેશી પણ આઉટ

By GS TEAM
19 Aug 20251 min read
ખોસલા કો ઘોસલા ટુના દિગ્દર્શક બદલાયા : હુમા કુુરેશી પણ આઉટ

- બોમન ઈરાની સહિતના કલાકારો રીપિટ થશે 

- પાર્ટ ટુને મૂળ વાર્તા સાથે કોઈ સંબંધ હશે કે કેમ તે અંગે અસ્પષ્ટતા : નવી  હિરોઈનની શોધ 

મુંબઇ : 'ખોસલા કા ઘોસલા'નો બીજો ભાગ  બની રહ્યો છે પરંતુ  ફિલ્મના ડાયરેક્ટર અને હિરોઈન બદલાઈ ગયાં છે.  મૂળ ફિલ્મ દિવાકર બેનર્જીએ ડિરેક્ટ કરી હતી તેને બદલે હવે ઉમેશ બિસ્ટને ફિલ્મનું સુકાન સોંપાયું છે. આ ઉપરાંત બીજા ભાગમાંથી હુમા કુરેશી પણ આઉટ થઈ ગઈ છે. હવે તેની જગ્યાએ નવી હિરોઈનની શોધ ચાલી રહી છે.  જોકે, બોમન ઈરાની સહિતના કેટલાક કલાકારો રીપિટ થઈ શકે છે. 

આ ફિલ્મ મૂળ ફિલ્મની સીકવલ છે કે પછી ફક્ત ફ્રેન્ચાઈઝી વેલ્યૂનો લાભ લેવા તેનું નામ 'ખોસલા કા ઘોસલા ટુ'  અપાયું છે તે પણ નક્કી નથી.

ફિલ્મની વાર્તા આગળ વધારાશે કે પછી તદ્દન નવાં જ  સેટ અપ સાથે નવી વાર્તા હશે તે અંગે અટકળો સેવાય છે.