કેટરિના કૈફે રોજમદારોને કરિયાણું તેમજ જરૂરી ચીજો આપી
- મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આર્થિક તંગી ભોગવી રહેલ લોકોને સહાય
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 જૂન 2020, ગુરુવાર
કેટરિના કૈફ ફરી એક વખત કોરોના રોગચાળામાં જરૂરિયાતોને મદદ કરવા આગળ આવી છે. તેણે દૈનિકવેતન ભોગીઓને ખાવાનું તથા સેનેટરી સાથે જોડાયેલી ચીજો આપી છે.
કેટરિનાએ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના મજૂરોની મદદે આવી છે. તેણે પોતાની બ્રાન્ડ દ્વારા મજૂરોની મદદની ઘોષણા કરી છે. કેટરિનાએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું છે કે મારી બન્ને બ્રાન્ડ ફરી એક સાથે આગળ આવી છે. અમે સાથે મળીને મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની આસપાસમાં રહેતા દૈનિક મજૂરોના પરિવારોને સહયોગ કર્યો છે. જેમાં ભોજન અને સેનેટરી સાથે જોડાયેલી ચીજો છે.
કેટરિનાએ પોતાના પ્રસંસકોને પણ ઇચ્છા હોય તો આ સદકાર્યમાં જોડાવાનું નિવેદન કર્યું છે. આ પહેલા અભિનેત્રીએ પીએમ કેયર્સ ફંડમાં પોતાનું યોગદાન આપ્યું હતું.