કેટરિના-વિક્કી કૌશલના ઘરે પારણું બંધાશે, સોશિયલ મીડિયામાં શેર કરી બેબી બમ્પની તસવીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Katrina Kaif, Vicky Kaushal Announce Pregnancy: ઘણા સમયથી બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ રહી હતી. કહેવાતું હતું કે અભિનેત્રી પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં માતા બનશે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ માતા-પિતા બનવાના છે એવી અફવાઓથી જ તેના ફેન્સ ઉત્સાહિત હતા. હવે આ ઉત્સાહને વધારતા કેટરિના કૈફ અને વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી દીધી છે. કપલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ મમ્મી-પપ્પા બનવાના છે. કેટરિના અને વિક્કીની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કેટરિના ગર્ભવતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી જાણકારી
સોશિયલ મીડિયા પર વિક્કી કૌશલ અને કેટરિના કૈફે એક સુંદર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. લગ્નના ચાર વર્ષ પછી આ બંનેએ ખુશખબર આપતા એક ફોટો પોસ્ટ કર્યો છે. કેટરિના અને વિક્કીએ પોતાના હાથમાં એક તસવીર પકડી છે. આ ફોટોમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ સફેદ રંગના કપડાંમાં ટ્વીનીંગ કર્યું છે. કેટરિનાએ સફેદ સ્લીવલેસ ટોપ પહેર્યું છે, જ્યારે વિક્કી કૌશલ પણ સફેદ ટી-શર્ટમાં જોવા મળે છે. આ સુંદર તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું, 'ખુશી અને ગ્રેટીટ્યુડથી ભરેલા દિલ સાથે અમારી લાઇફનું બેસ્ટ ચેપ્ટર શરૂ કરવાના માર્ગ પર છીએ. ૐ.'








