Entertainment

કાર્તિક આર્યને અલીબાગમાં બે કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો

By GS TEAM
5 Sep 20251 min read
કાર્તિક આર્યને અલીબાગમાં બે કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો

- 2000 સ્કે. ફૂટના આ પ્લોટ પર અભિનેતા મુંબઇની નજીક પોતાનું ઘર બનાવશે

મુંબઇ : કાર્તિક આર્યન્ હાલ નવી પેઢીનો માનીતો અભિનેતા બની ગયો છે. ૩૪ વર્ષીય કાર્તિક આર્યને હાલ અલીબાગમાં ૨ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૨૦૦૦ સ્કે. ફૂટનો એક પ્લોટ ખરીદ્યો છે. જેના પર તે પોતાનું એક વૈભવી ઘર બનાવવા માંગે છે. અભિનેતાએ કહ્યું હતુ ંકે, આજે મુંબઇની નજીક જમીનમાં રોકાણ કરવા માટે અલીબાગ સૌથી  રોમાંચક જગ્યામાંનું એક બની ગયું છે. મુંબઇની નજીક હું એક વૈભવી ઘર બનાવવાની યોજના કરી રહ્યો છું. મારી કારકિર્દી દરમિયાન પ્રથમ વખત મેં જમીનમાં રોકાણ કર્યું છે. મને અંહી રોકાણ કરવાનો સંતોષ અને ખુશી છે. કાર્તિક આર્યને પોતાની કારકિર્દી દરમિયાન ૨૦૧૯માં વરસોવામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.