Entertainment
પાકિસ્તાનની ઈવેન્ટમાં નહિ જવાનો હોવાનો કાર્તિકનો ખુલાસો
By GS TEAM
3 Aug 20251 min read

- ફિલ્મ ફેડરેશનની ધમકી બાદ સ્પષ્ટતા
- અમેરિકામાં એક પાકિસ્તાનીની રેસ્ટોરાંની ઈવેન્ટમાં સામેલ થવાનો હોવાની વાતથી વિવાદ થયો હતો
મુંબઈ: કાર્તિક આર્યન અમેરિકામાં આગામી ૧૫મી ઓગસ્ટે એક પાકિસ્તાનીની માલિકીની રેસ્ટોરાં આયોજિત એક ઈવેન્ટમાં સામેલ થવાનો હોવાની વાત ફેલાતાં વિવાદ મચ્યો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશને આ મુદ્દે કાર્તિકને ચિમકી આપતાં હવે કાર્તિકે એવો ખુલાસો કર્યો છે કે પોતે આવી કોઈ ઈવેન્ટમાં ભાગ લેવાનો નથી.
કાર્તિક આર્યને એવી સ્પષ્ટતા કરી હતી કે હ્યુસ્ટનમાં યોજાનારી ઈવેન્ટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેણે પોતે આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યો હોવાની સત્તાવાર ઘોષણા ક્યારેય કરી જ નથી. તેણે ઈવેન્ટના ઓર્ગેનાઈઝર્સનો સંપર્ક કરી આ ઇવેન્ટના તમામ પબ્લિસિટી મટિરિયલમાંથી તેનું નામ હટાવી લેવા પણ જણાવી દીધું છે.
ફેડરેશન દ્વારા જણાવાયું હતું કે આ જ રેસ્ટોરાં દ્વારા ભારતીય આઝાદી અને સાથે સાથે સાથે પાકિસ્તાનનાં સ્વાતંત્ર્ય પર્વની પણ સંયુક્ત ઉજવણી થઈ રહી છે.
ઈવેન્ટસના પોસ્ટર્સમાં પણ મુખ્ય અતિથિ તરીકે કાર્તિક આર્યનનું નામ છે.









