Get The App

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ, ફિલ્મો પર લાગી શકે છે પ્રતિબંધ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ, ફિલ્મો પર લાગી શકે છે પ્રતિબંધ 1 - image


Karnataka Government Angry On Kamal Haasan's Statement: કમલ હાસનના કન્નડ ભાષા પરના વિવાદાસ્પદ નિવેદનથી કર્ણાટકમાં તૂફાન આવી ગયું છે. કર્ણાટકના કન્નડ અને સંસ્કૃતિ મંત્રી શિવરાજ તંગડગીએ કમલ હાસનની ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી છે, કારણ કે, તેમણે પોતાના નિવેદન બદલ માફી માગવાનો ઈનકાર કરી દીધો છે. આ વિવાદ તેમની આગામી ફિલ્મ ઠગ લાઈફ (Thug Life)ના ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન શરૂ થયો હતો, જ્યાં તેમણે કહ્યું હતું કે 'કન્નડ ભાષા તમિલમાંથી જન્મી છે.'

શું છે સમગ્ર વિવાદ?

કમલ હાસને ચેન્નઈમાં ઠગ લાઈફના એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, 'મારું જીવન અને પરિવાર તમિલ છે. તમારી (કન્નડ) ભાષા તમિલમાંથી જન્મી છે, તેથી તમે પણ તેમાં સામેલ છો.' હવે અભિનેતાના આ નિવેદનથી કર્ણાટકમાં ઘણા લોકો નારાજ થયા છે. કન્નડ રક્ષક વેદ જેવા સંગઠનોએ તેને કન્નડ ભાષા અને સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે. બેલગામ, મૈસુર, હુબલી અને બેંગ્લુરુમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા, જ્યાં તેમના પોસ્ટરો સળગાવવામાં આવ્યા હતા.

મંત્રી અને ફિલ્મ ચેમ્બરનું સ્ટેન્ડ

મંત્રી શિવરાજ તંગડગીએ કહ્યું કે, 'કોઈ ગમે તેટલું મોટું હોય પરંતુ કન્નડ ભાષા, કન્નડગીઓ કે કર્ણાટકની જમીન અને પાણી વિરુદ્ધ બોલવું સહન કરવામાં આવશે નહીં.' તેમણે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC)ને પત્ર લખીને કમલ હાસનની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું - કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી

KFCC એ માફી માગવા માટે 30 મે સુધીનો સમય આપ્યો હતો, પરંતુ કમલ હાસને માફી માગવાનો ઈનકાર કરી દીધો. KFCCના અધ્યક્ષ એમ. નરસિંહાલુએ કહ્યું કે, 'અમે થિયેટર માલિકો અને વિતરકોને કહ્યું છે કે માફી ન મળે ત્યાં સુધી ફિલ્મ ઠગ લાઈફ રિલીઝ નહીં થશે'

કમલ હાસનનો જવાબ

કમલ હાસને કહ્યું કે, 'મેં પ્રેમથી આ વાત કહી હતી. જો હું ખોટો હોઉં, તો હું માફી માગીશ, નહીંતર નહીં માગીશ.' તમિલનાડુની સમાવેશી સંસ્કૃતિનો હવાલો આપતા તેમણે કહ્યું કે, ત્યાં અલગ-અલગ સમુદાયોના લોકો મુખ્યમંત્રી બન્યા છે.

કર્ણાટકમાં ઠગ લાઈફના રિલીઝ પર ખતરો મંડરાઈ રહ્યો છે, જે 5 જૂને રિલીઝ થવાની છે. કન્નડ સંગઠનોએ બેંગલુરુ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ FIR નોંધવામાં નથી આવી. 

Tags :