Entertainment
કરીનાની મોડી પડેલી ફિલ્મ દાયરાનું શૂટિંગ પૂર્ણતાના આરે
By GS TEAM
9 Dec 20251 min read

- બહુ ધીમી ગતિએ શૂટિંગ ચાલ્યું
- હૈદરાબાદ રેપ કેસ પરની ફિલ્મ આયુષમાને છોડયા બાદ પૃથ્વીરાજ સુકુમારને સ્વીકારી હતી
મુંબઇ : મેઘના ગુલઝારની ફિલ્મ 'દાયરા'નું શૂટિંગ આખરે હવે આખરી તબક્કે પહોંચ્યું છે. હૈદરાબાદ રેપ કેસ પર આધારિત આ ફિલ્મમાં કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકાઓમાં છે.
મેઘનાએ જાતે સોશિયલ મીડિયા પર ફિલ્મા શૂટિંગના અંતિમ શિડયૂલની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે કરીનાની આ ફિલ્મ છેલ્લાં બે વર્ષ દરમિયાન ડચકાં ખાતી ખાતી આગળ વધી છે. એક તબક્કે ફિલ્મમાં આયુષમાન ખુરાના મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો. જોકે, ફિલ્મમાં કરીનાના પાત્રની સરખામણીએ પોતાના માટે ખાસ ફૂટેજ નહિ હોવાનું જણાતાં આયુષમાને ફિલ્મ છોડી દીધી હતી. તે પછી આ રોલ સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓફર થયો હતો.
જોકે, આખરે સાઉથના હિરો પૃથ્વીરાજ સુકુમારનની એન્ટ્રી થઈ હતી.








