Get The App

કરણ જોહરે સ્વીકારી લીધું, એક્શન ફિલ્મ મારું કામ નહિ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
કરણ જોહરે સ્વીકારી લીધું, એક્શન ફિલ્મ મારું કામ નહિ 1 - image


- એક્શન ફિલ્મ લગ જા ગલેનું દિગ્દર્શન છોડયું  

- ટાઈગર શ્રોફ અને જાહ્નવીની લગ જા ગલેનું  દિગ્દર્શન  હવે  રાજ મહેતા કરશે

મુંબઈ: બોલીવૂડમાં ગયાં વર્ષે એક પછી એક એક્શન ફિલ્મો સફળ થવા લાગતાં તેના ટ્રેન્ડમાં તણાયેલા  કરણ જોહરે પણ મોટા ઉપાડે પોતે એક બિગ બજેટ એક્શન ફિલ્મનું દિગ્દર્શન જાતે કરશે તેવી જાહેરાત કરી હતી. જોકે, હવે કરણ જોહરને ખ્યાલ આવી ગયો છે કે એક્શન ફિલ્મ હેન્ડલ કરવી તેને બહુ ફાવે તેમ નથી. આથી, તેણે આ ફિલ્મ 'લગ જા ગલે'નું દિગ્દર્શન તેની ટીમના ડાયરેક્ટર રાજ મહેતાને સોંપી દીધું છે. 

કરણે અગાઉ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું દિગ્દર્શન  હાથ ધર્યા  બાદ જાતે જાહેરાત કરી હતી કે હવે  પોતે એક એક્શન ફિલ્મ પર હાથ અજમાવશે. જોકે, હવે  કરણને ખ્યાલ આવ્યો છે કે પોતે રોમાન્ટિક અને ફેમિલી ડ્રામાનું જ જાતે દિગ્દર્શન કરે તેમાં જ ભલીવાર છે. આથી, તેણે આ એક્શન ફિલ્મનું દિગ્દર્શન  કરવાની મમત પડતી મૂકી છે. 

આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને જાહ્વવી  કપૂર ભૂમિકા ભજવે  તેવી સંભાવના છે.  રાજ મહેતા અગાઉ 'ગૂડ ન્યૂૂઝ' અને 'જુગ જુગ  જીયો'નું દિગ્દર્શન  કરી ચૂક્યા છે. રાજ મહેતા પોતે વામિકા  ગબ્બી  અનેેે ભૂવન બામની ફિલ્મ ' કુુકુ કી કુંડલી'નું દિગ્દર્શન કરવાના હતા. 

પરંતુ, તેને  બદલે આ ફિલ્મનું  સુકાન હવે 'ગુંજન સક્સેના, ધી  કારગિલ  ગર્લ'ના  દિગ્દર્શક શરણ શર્માને સોંપાયું છે.

Tags :