Get The App

'આ હુમલો દુઃખદ છે, પણ અમે હાર માનીશું નહીં', કેફે પરના હુમલા બાદ કપિલ શર્માની ભાવુક પ્રતિક્રિયા

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
Kapil Sharma Kaps Cafe


Kapil Sharma Kaps Cafe: કોમેડિયન કપિલ શર્મા વિશે મોટા સમાચાર આવ્યા છે. બુધવારે રાત્રે તેના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ 'કેપ્સ કેફે' પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આ રેસ્ટોરન્ટ 4 જુલાઈએ જ ખોલવામાં આવ્યું હતું અને આતંકવાદીઓએ કોમેડિયનનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું છે. ખાલિસ્તાની આતંકવાદીઓએ આ સમગ્ર હુમલાની જવાબદારી લીધી છે. હવે એક દિવસ પછી આ ગોળીબાર પર કપિલ શર્માના કેપ્સ કેફેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. 

હુમલા પછી કેપ્સ કેફેએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી

કપિલ શર્માના કેપ્સ કેફેએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, 'દિલથી એક મેસેજ, અમે સ્વાદિષ્ટ કોફી અને મૈત્રીપૂર્ણ વાતચીતને કારણે હૂંફ, સમુદાય અને ખુશી માટે કેપ્સ કેફે ખોલ્યું હતું. તે સપના પરની હિંસા દુઃખદ છે. અમે આ આઘાતમાંથી સ્વસ્થ થઈ રહ્યા છીએ પણ હાર માનીશું નહીં. તમારા સમર્થન બદલ આભાર. તમાર શબ્દો, પ્રાર્થનાઓ અને DM માટે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.'

'આ હુમલો દુઃખદ છે, પણ અમે હાર માનીશું નહીં', કેફે પરના હુમલા બાદ કપિલ શર્માની ભાવુક પ્રતિક્રિયા 2 - image

પોસ્ટમાં આગળ લખ્યું છે, 'કેપ્સ કેફે તમારા એ વિશ્વાસના કારણે અસ્તિત્વમાં છે, જેને અમે સાથે મળીને બનાવી રહ્યા છીએ. ચાલો આપણે આ હિંસા સામે ઉભા રહીએ અને કેપ્સ કેફેને હૂંફ અને સમુદાયનું સ્થળ બનાવવાનો પ્રયત્ન કરીએ. કેપ્સ કેફે તરફથી બધાનો આભાર. અમે તમને જલ્દી મળીશું.'

આ પણ વાંચો: રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના 4 વર્ષે માતાપિતા બનશે

કેપ્સ કેફે પર ગોળીબાર કેમ કરવામાં આવી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ ગોળીબારની જવાબદારી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોમેડિયન કપિલ શર્મા દ્વારા તેમના કોમેડી શો દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીથી ખુશ નહોતો. આ કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો. આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે લાડી આતંકવાદ વિરોધી એજન્સી NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. 

'આ હુમલો દુઃખદ છે, પણ અમે હાર માનીશું નહીં', કેફે પરના હુમલા બાદ કપિલ શર્માની ભાવુક પ્રતિક્રિયા 3 - image

Tags :