રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના 4 વર્ષે માતાપિતા બનશે
- બંનેએ ચાહકોને ખુશખબર આપ્યા
- સંખ્યાબંધ બોલીવૂડ સેલિબ્રિટીઓએ દંપતિને અભિનંદન પાઠવ્યાં
મુંબઇ : રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નનાં ચાર વર્ષ બાદ માતાપિતા બનશે.
બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ ખુશખબર આપ્યા હતા. 'બેબી ઓન ધ વે' એવાં કેપ્શન સાથેની આ પોસ્ટને અસંખ્ય ચાહકોએ વધાવી છે.
બોલીવૂડ સેલિબ્રિટીઓમાંથી સોનમ કપૂર, ભૂમિ પેડનેકર, ફરાહ ખાન, નેહા ધુપિયા, એશા ગુપ્તા તથા અન્યોએ દંપત્તિને અભિનંદન પાઠવ્યાં છે.
રાજકુમાર રાવ અને પત્રલેખાએ ૧૦ વરસના ડેટિંગ પછી નવેમ્બર ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં. રાજકુમાર રાવની સાથે પત્રલેખા પણ એક પ્રતિભાશાળી અભિનેત્રી છે.