Entertainment

કાંતારા ચેપ્ટર વનની હિરોઈન ઋકમણિ અશોકચક્ર વિજેતા શહીદની દીકરી છે

By GS TEAM
9 Aug 20251 min read
કાંતારા ચેપ્ટર વનની હિરોઈન ઋકમણિ અશોકચક્ર વિજેતા શહીદની દીકરી છે

- ઋકમણિ કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે 

- આર્મી સ્કૂલમાં ભણેલી ઋકમણિએ લંડનમાં એક્ટિંગનો કોર્સ કર્યો છે

મુંબઈ : હિટ ફિલ્મ 'કાંતારા'ની પ્રીકવલ 'કાંતારા ચેપ્ટર વન'ની હિરોઈન તરીકે ઋક્મણિ વસંતનો ફર્સ્ટ લૂક રીલિઝ કરાયો હતો. તે સાથે જ   દર્શકોએ ઋકમણિ વસંત કોણ છે તે વિશે ઈન્ટરનેટ પર ખાંખાખોળા શરુ કરી દીધા હતા. 

ઋકમણિના પિતા કર્નલ વસંત વેણુગોપાલ મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીની નવમી બટાલિયનના કમાન્ડિગ ઓફિસર હતા. ૨૦૦૭માં ઉરી સરહદે સશસ્ત્ર પાકિસ્તાની ઘૂસણખોરોને અટકાવતી વખતે તેઓ શહીદ થયા હતા. તેમને મરણોત્તર અશોક ચક્ર  સન્માન અપાયું હતું. 

ઋકમણિ આર્મી અને એરફોર્સની સ્કૂલમાં ભણેલી છે. તેણે લંડનની રોયલ આલ્બર્ટ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટસમાંથી એક્ટિંગનો કોર્સ કરેલો છે. 

ઋકમણિ કન્નડ ફિલ્મો માટે જાણીતું નામ છે. આ ફિલ્મોમાં તેનું પરફોર્મન્સ વખણાયું છે. હવે  તે વિજય સેતુપતિ સહિતના સાઉથના મોટા કલાકારો સાથે ફિલ્મો કરી રહી  છે.