Kantara 2 Trailer: 'કાંતારા ચેપ્ટર 1'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને કર્યું લોન્ચ
Kantara 2 Trailer: ઋષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ, "કાંતારા" ની સિક્વલ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. "કાંતારા" નો પહેલો ભાગ શરૂઆતમાં કન્નડમાં રિલીઝ થયો હતો. જોકે, ફિલ્મમાં ઋષભ શેટ્ટીની એક્ટિગ અને સ્ટોરીને જોતા ફિલ્મને થોડા સમય પછી અન્ય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી. ફિલ્મે રેકોર્ડબ્રેક બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું. હવે, તેની સિક્વલ આવી રહી છે, અને તેનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 'કાંતારા ચેપ્ટર 1' નું ટ્રેલર દરેક ભાષામાં તેના સંબંધિત સુપરસ્ટાર દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. તો હિન્દીમાં 'કાંતારા ચેપ્ટર 1' નું ટ્રેલર બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશને લોન્ચ કર્યું હતું. ચાલો જાણીએ કે 'કાંતારા ચેપ્ટર 1' નું ટ્રેલર કેવું છે.
કાંતારા ચેપ્ટર 1 ટ્રેલર રિવ્યૂ
Kantara Chapter 1 ના ટ્રેલરના લોન્ચિંગ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોડક્શન હાઉસ હોમ્બલે એ આજે "કાંતારા ચેપ્ટર 1" નું ટ્રેલર રિલીઝ કર્યું. ઋત્વિક રોશને 'કંતારા 2' નું હિન્દી ટ્રેલર લોન્ચ કર્યું છે. ઋષભ શેટ્ટીએ 2022માં રિલીઝ થયેલી 'કંતારા'ની સિક્વલ 'Kantara Chapter 1' ને ભવ્ય રુપ આપવા કોઈ કસર છોડી નથી. આ ફિલ્મમાં એક વિશાળ યુદ્ધ જોવા મળે છે, જેમાં 500 થી વધુ લડવૈયાઓ અને 3,000 અન્ય સ્પર્ધકોનો સમાવેશ થાય છે. તે એક એક્શન-થ્રિલર છે. 'કંતારા ચેપ્ટર 1'નું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. જે નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
કંતારા ચેપ્ટર 1' 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ
'કંતારા 2' નું ટ્રેલર ખૂબ જ ધમાકેદાર છે. જે રુવાડાં ઉભા કરી દે છે. ફિલ્મમાં ટ્રેલરે દર્શકોની ઉત્સુકતા જગાવી છે. ઋષભ શેટ્ટી ફરી એકવાર તેમની એક્ટિંગને લઈને દર્શકોને મનમાં પોતાની છાપ છોડવા તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર આટલું જબરજસ્ત છે, તો, આખી ફિલ્મ કેટલી જોરદાર હશે તેની કલ્પના જ કરી શકાય છે. 'કંતારા ચેપ્ટર 1' 2 ઓક્ટોબર, 2025ના રોજ દશેરાના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઋષભ શેટ્ટીનું દિગ્દર્શન અને અભિનય કરતી આ ફિલ્મનું નિર્માણ વિજય કિરાગંડુર દ્વારા હોમ્બલે ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું છે. Kantara Chapter 1 માં સંગીત બી. અજનેશ લોકનાથ દ્વારા અને અરવિંદ કશ્યપ દ્વારા સિનેમેટોગ્રાફી આપવામાં આવી છે.