મને નહોતી ખબર કે સુકેશ ઠગ છે... રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં જેકલિનની દલીલ ફેઇલ
Jacqueline Fernandez Money Laundering Case : ઠગ સુકેશ ચંદ્રશેખર સંબંધિત રૂ.200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસને દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમનો કેસ રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલમાં આ મામલે કોઈ રાહત આપી શકાય નહીં અને અરજદાર યોગ્ય તબક્કે ફરી કોર્ટમાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે, ‘તમારી પર એવોઆરોપ છે કે, તમને રૂ.200 કરોડનો એક ભાગ ભેટ તરીકે મળ્યો હતો. અમે સમજીએ છીએ કે, કાયદો એવો છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. જો બે ખૂબ નજીકના મિત્રોમાંથી એક બીજાને કંઈક આપે અને પછી તેઓ કોઈ અપરાધ કરે, તો તે ખૂબ જ મુશ્કેલ છે. તેથી અમે કહીએ છીએ કે, સુપ્રીમ કોર્ટે વિજય મદનલાલના કેસના ચુકાદામાં તેના પર વિચારણા કરી છે.’
200 કરોડના મની લોન્ડરિંગમાં જેકલિન નથી: અભિનેત્રીના વકીલ
જેકલિનના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘જેકલિન 200 કરોડના મની લોન્ડરિંગમાં સામેલ નથી. તેમને ખબર નહોતી કે સુકેશ ઠગ છે. જેકલિન એક ફિલ્મ સ્ટાર છે. સુકેશ ઠગ છે, જે જેલમાં છે અને તેના પર નકલી મંત્રી હોવાનો આરોપ છે. તે જેલમાંથી લોકોને ફોન કરે છે અને મંત્રી હોવાનું જેલમાં ન હોવાનું દેખાડો કરે છે. જેકલિન એક ધનિક મહિલા છે. અભિનેત્રીનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી.’
આ પણ વાંચો : આમિર ખાનની ફ્લોપ ફિલ્મના કારણે અક્ષય-ટ્વિંકલના લગ્ન થયા હતા, એક્ટરે ફોડ પાડ્યો
જેકલિન સુપ્રીમ કોર્ટ કેમ પહોંચી?
આ પહેલા જેકલિન દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેમની સામે નોંધાયેલો કેસ રદ કરવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ કોર્ટે કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપીએ ખરેખર ગુનો કર્યો છે કે નહીં, તે નિર્ણય ફક્ત નીચલી અદાલતમાં સુનાવણી દરમિયાન જ થઈ શકે છે. જેકલિન ફર્નાન્ડિસે દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેમના પર લગાવેલા તમામ આરોપો ખોટા છે અને તેમને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઈતિહાસ વિશે કોઈ માહિતી નહોતી. સુકેશે તેમને મોંઘી ભેટો આપી હતી, પરંતુ તેનો મની લોન્ડરિંગ કેસ સાથે કોઈ સંબંધ નથી. જોકે, સુપ્રીમ કોર્ટે પણ જેકલિનને આ મામલે કોઈ મોટી રાહત આપવાનો ઈનકાર કર્યો છે.
શું છે ઠગ સુકેશ પર આરોપ?
દિલ્હી પોલીસે ચંદ્રશેખર પર રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહથી 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો નોંધાયો હતો. દેશભરમાં અનેક કેસોમાં તેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. ચંદ્રશેખર અને તેની પત્ની લીના પોલોજને ઈડીના મની લોન્ડ્રિંગ કેસમાં કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમની દિલ્હી પોલીસને અન્ય લોકો સાથે ધરપકડ કરી છે. પોલીસે કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લગાવ્યો છે. લીના પોલોજ અને ચંદ્રશેખર પર આરોપ છે કે તેમણે હવાલા અને ગુનાથી મની લોન્ડરિંગ કરવા માટે અન્ય આરોપીઓ સાથે મળીને શેલ કંપનીઓ બનાવી.
આ પણ વાંચો : અક્ષય કુમારને છે મધ્યમ વર્ગના લોકો જેવી ટેવ! બાળકો લાઈટ ચાલુ છોડે તો દોડીને કરે બંધ