Get The App

ભારતે ભલામણ ન કરી તોય બે ફિલ્મો ઓસ્કારની રેસમાં, જાણો કેવી રીતે મળ્યું સ્થાન?

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
ભારતે ભલામણ ન કરી તોય બે ફિલ્મો ઓસ્કારની રેસમાં, જાણો કેવી રીતે મળ્યું સ્થાન? 1 - image

Oscars 2025: 2025ની સૌથી મોટી ઇન્ડિયન ફિલ્મોમાંથી એક 'કાંતારા ચેપ્ટર 1' હવે ઓસ્કારની રેસમાં આવી ગઈ છે. કર્ણાટકની લોકકથાઓથી પ્રેરિત ઋષભ શેટ્ટીની ફિલ્મ  'કાંતારા ચેપ્ટર 1' 2 ઑક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વર્લ્ડ વાઇડ બોક્સ ઑફિસ પર 850 કરોડથી વધુ કલેક્શન સાથે આ 2025ની બીજી સૌથી મોટી ઇન્ડિયન ફિલ્મ બની ગઈ છે. શાનદાર રિવ્યૂઝ અને લોકોન વ્યાપર પ્રશંસા મેળવનાર આ ફિલ્મ હવે ઓસ્કારની રેસનો હિસ્સો બની ગઈ છે. 

'કાંતારા ચેપ્ટર 1'ની સાથે 'તન્વી: ધ ગ્રેટ' પણ પહોંચી

માત્ર 125 કરોડના બજેટમાં બનેલી 'કાંતારા ચેપ્ટર 1'ના વિઝ્યુઅલ્સ જોઈને લોકો અવાચક બની ગયા હતા. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ કહ્યું હતું કે, આ ફિલ્મને ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવી જોઈએ. જોકે, ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ઓસ્કારની 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર' કેટેગરી માટે ભારત તરફથી ઓફિશિયલી 'હોમબાઉન્ડ'ને મોકલી છે. 'હોમબાઉન્ડ' આ કેટેગરીની ટોપ 15 ફિલ્મોમાં શોર્ટલિસ્ટ પણ થઈ ચૂકી છે. 

પરંતુ 'કાંતારા ચેપ્ટર 1'એ જનરલ કેટેગરીમાં એન્ટ્રી દ્વારા ઓસ્કારની રેસમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ અનુપમ ખેરની 'તન્વી: ધ ગ્રેટ' પણ આ લિસ્ટમાં સામેલ છે. અનુપમ ખેરે ફિલ્મમાં એક્ટિંગની સાથે-સાથે તેને ડાયરેક્ટ પણ કરી છે. 'તન્વી' એક એવી છોકરીની સ્ટોરી છે જે ઓટીઝમ સાથે જન્મી અને દેશ માટે શહીદ થઈ. પોતાના પિતાની જેમ તે પણ સેનામાં સામેલ થવા માગતી હતી. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો.

ભારતે ભલામણ ન કરી તોય બે ફિલ્મો ઓસ્કારની રેસમાં

ઓસ્કારની 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ' કેટેગરીમાં એ ફિલ્મો પહોંચે છે, જેને દરેક દેશ પોતાની તરફથી ઓફિશિયલી મોકલે છે. આ કેટેગરીમાં ઍવૉર્ડ ફિલ્મનો નહીં દેશનો હોય છે. ઉદાહરણ તરીકે જો 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ' કેટેગરી માટે 'હોમબાઉન્ડ'ને પસંદ કરવામાં આવે, તો ઓસ્કારના સ્ટેજ પર ફિલ્મનું નામ નહીં પણ ભારતનું નામ એનાઉન્સ કરવામાં આવશે.

ઓસ્કારમાં ફિલ્મ મોકલવાની બીજી રીત 'જનરલ એન્ટ્રી' છે, જેને 'ફોર કન્સિડરેશન' પણ કહેવામાં આવે છે. તેમાં ફિલ્મ મેકર્સ ખુદ પોતાની ફિલ્મોને ઓસ્કાર્સ આપનારી એકેડેમી સામે રાખી શકે છે, પરંતુ શરત એ છે કે, તે ફિલ્મ એકેડેમીના ટેકનિકલ, થિયેટ્રિકલ રન અને RAISE ગાઇડલાઇન્સ પર ખરી ઉતરતી હોય. RAISE ગાઇડલાઇન્સ એટલા માટે બનાવવામાં આવી છે કે, વિશ્વમાં દરેક ધર્મો, જાતિઓ, રંગો અને ઝેન્ડરને ફિલ્મોમાં સમાન રિપ્રેઝન્ટેશન મળે. 

'જનરલ એન્ટ્રી'ના રસ્તાથી ફિલ્મ મેકર્સ દરેક કેટેગરી માટે પોતાની ફિલ્મ મોકલી શકે છે. અને આ જ જનરલ એન્ટ્રીમાંથી જ એ ફિલ્મો પણ પસંદ કરવામાં આવે છે જે 'બેસ્ટ ફિલ્મ'ની રેસમાં દોડે છે.  આ ઓસ્કારની સૌથી મહત્ત્વપૂર્ણ ઍવૉર્ડ કેટેગરીમાંની એક છે. 'બેસ્ટ ફિલ્મ' કેટેગરી એકદમ ખુલ્લો ખેલ છે અને તેમાં જીત થવા પર ફિલ્મનું નામ એનાઉન્સ કરવામાં આવે છે, દેશનું નહીં.

આ વર્ષે વિશ્વભરમાંથી એકેડેમી મેમ્બર્સના 'કન્સિડરેશન' માટે કુલ 317 ફીચર ફિલ્મો ફાઇનલ થઈ છે. તેમાંથી 201 ફિલ્મો 'બેસ્ટ ફિલ્મ' માટે પણ લાયક છે. ટૂંક સમયમાં યોજાનારા 98માં ઓસ્કાર ઍવૉર્ડમાં 2025માં રિલીઝ થયેલી આ 201 ફિલ્મો ભાગ લેશે, તેની તેને ઓસ્કાર 2025 પણ કહી શકાય છે. 'કાંતારા ચેપ્ટર 1'ની અને 'તન્વી: ધ ગ્રેટ' આ જ 201 ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે. 

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ભાજપને 'ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવી, કહ્યું - ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું

એક તરફ ઇન્ડિયન સિનેમા ચાહકો ઓસ્કાર 2025 માટે 'હોમબાઉન્ડ' પર નજર રાખી રહ્યા છે. તો બીજી તરફ દેશની વધુ બે ફિલ્મોની ઓસ્કારની રેસમાં એન્ટ્રી પણ એક્સાઇટિંગ છે. હવે બધાની નજર તેના પર રહેશે કે, ભારત માટે આ વર્ષે ઓસ્કારથી શું ગુડ ન્યુઝ આવે છે.