Poonam Pandey Fake Death Stunt Latest Update : બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેની મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર પોલીસથી પૂનમ પાંડે અને તેના પતિ સેમ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.
પૂનમ પાંડેના પતિએ આપી હતી શ્રદ્ધાંજલિ
એફઆઈઆર નોંધવા માટે કાનપુર પોલીસ કમિશનરને ફરિયાદ આપવામાં આવી છે, કારણ કે પૂનમે સર્વાઇકલ કેન્સરથી પોતાના મૃત્યુની ખોટી અફવા ફેલાવી હતી, જેના કારણે આખો દેશ હચમચી ગયો હતો. તેના ચાહકો અને મિત્રોને આઘાત લાગ્યો હતો. પૂનમ પાંડેના પતિએ તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરે કરી ફરિયાદ
મળેલા અહેવાલો અનુસાર પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર ફૈઝાન અન્સારીએ આપી છે. તેણે પૂનમ પાંડે પર મહિલાઓ અને તેના ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ફૈઝાન મૂળ મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લાનો રહેવાસી છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે. તેણે પૂનમ પાંડે વિરુદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ પણ કરી છે, કારણ કે પૂનમ પાંડે ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે, તેથી ફૈઝાને હવે તેના હોમ ટાઉનની પોલીસને ફરિયાદ આપી છે.
સર્વાઇકલ કેન્સરથી મૃત્યુનું બહાનું બનાવીને મહિલાઓની લાગણીઓ સાથે રમત રમી
ફૈઝાન અંસારીએ કાનપુર પોલીસ કમિશનરને આપેલી ફરિયાદમાં લખ્યું છે કે, “પૂનમ પાંડેએ તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. તેના મિત્રો, સંબંધીઓ અને ચાહકોના હૃદયને ઠેસ પહોંચાડી. સર્વાઇકલ કેન્સરથી મૃત્યુનું બહાનું બનાવીને મહિલાઓની લાગણીઓ સાથે રમત રમી. બીમારીના કારણે તેના મૃત્યુના સમાચાર સાંભળીને લોકોના દિલમાં સર્વાઇકલ કેન્સરને લઈને ભય ફેલાઈ ગયો હતો. તેથી પૂનમ પાંડે સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ નોંધવો જોઈએ.”


