Entertainment

VIDEO: 'કન્નપ્પા'એ 2 જ દિવસમાં કરી લીધી કરોડોની કમાણી, અક્ષય કુમારે ભજવ્યું છે શિવજીનું પાત્ર

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિષ્ણુ માંચુની ફિલ્મ 'કન્નપ્પા' 27 જૂનના રોજ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મ બોક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને પ્રભાસ પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયાના આજે બીજો દિવસ છે અને કમાણીના પ્રારંભિક આંકડા પણ સામે આવી ગયા છે, તો ચાલો જાણીએ કે ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'કન્નપ્પા'એ 2 જ દિવસમાં કરી લીધી કરોડોની કમાણી, અક્ષય કુમારે ભજવ્યું છે શિવજીનું પાત્ર
Image Source:instagram/kannappamovie

Kannappa Box Office Collection Day 2: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિષ્ણુ માંચુની ફિલ્મ 'કન્નપ્પા' 27 જૂનના રોજ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મ બોક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને પ્રભાસ પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયાના આજે બીજો દિવસ છે અને કમાણીના પ્રારંભિક આંકડા પણ સામે આવી ગયા છે, તો ચાલો જાણીએ કે ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો :Squid Game 3 Review: ગેમ ઓછી અને વાતો વધારે, પરંતુ જોવી તો ગમશે, ફાઈનલ સિઝનમાં કોણ બચ્યું?

'કન્નપ્પા'નું બોક્સ ઑફિસ કલેક્શન

ફિલ્મોની કમાણીના ડેટા રાખનારી વેબસાઇટ સેકનિલ્ક મુજબ, 'કન્નપ્પા'એ પહેલા દિવસે 8.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા દિવસે સવારે 5:05 વાગ્યા સુધી 2.95 કરોડ રૂપિયા કમાઈને ફિલ્મે મળીને 12.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જણાવી દઈએ કે  આ આંકડામાં પણ ફેરફાર થઈ શકે છે.ફિલ્મ કન્નપ્પાનું ઓપનિંગ કલેક્શન સારું હોવા છતાં ફિલ્મને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. ફિલ્મમાં પ્રભાસ, મોહનલાલ અને અક્ષય કુમારની હાજરી હોવાથી એવું માનવામાં આવતું કે હિન્દી ભાષામાં આ ફિલ્મની સારી કમાણી થઈ શકે છે. પરંતુ  બોક્સ ઑફિસ પર પહેલેથી જ આમિર ખાનની 'સિતારે જમીન પર', કાજોલની 'માં' અને અક્ષય કુમારની 'હાઉસફુલ 5' સારું કલેક્શન કરી રહી છે. અને મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મોની કમાણીનો સૌથી વધુ હિસ્સો સાઉથથી જ આવ્યો છે. જણાવી દઈએ કે 'કન્નપ્પા' ફિલ્મે હિન્દી ભાષામાં પહેલા દિવસે  60 લાખ રૂપિયાની જ કમાણી કરી હતી. 

'કન્નપ્પા'નું બજેટ અને સ્ટાર કાસ્ટ

લગભગ 200 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં લીડ રોલથી લઈને સ્ક્રીનપ્લે અને રાઇટિંગ સુધી, બધું વિષ્ણુ માંચુએ સંભાળ્યું છે. મુકેશ કુમાર સિંહે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં ફરીથી જોવા મળ્યા છે. જ્યારે પ્રભાસ રુદ્રના રોલમાં અને મોહનલાલ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં દેખાયો છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને પ્રીતી મુકુન્દન પણ છે.