Get The App

કિસિંગ સીન પહેલા અભિનેત્રી ડરી, આંખોમાં આંસુ દેખાતા હીરોએ શૂટિંગ છોડ્યું

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
કિસિંગ સીન પહેલા અભિનેત્રી ડરી, આંખોમાં આંસુ દેખાતા હીરોએ શૂટિંગ છોડ્યું 1 - image
Images Sourse: instagram

Kanika Mann Kissing Scene: ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી કનિકા માન તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તે 'રુહાનિયત' સીરિઝમાં અભિનેતા અર્જુન બિજલાની સાથે રોમાન્સ સીન કરીને ચર્ચામાં આવી હતી. કનિકા અને અર્જુનને સીરિઝમાં એક કિસિંગ સીન પણ ફિલ્માવવાનો હતો, જેના વિશે તેમણે હવે ઘટસ્ફોટ કર્યો છે. કનિકા કહ્યું કે, 'કિસિંગ સીન કરતા પહેલા હું ખૂબ રડી હતી.'

કનિકાએ કિસિંગ સીન પર પોતાનું મૌન તોડ્યું

અભિનેત્રી કનિકા માને તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં રુહાનિયત સીરિઝમાં અર્જુન બિજલાની સાથે ફિલ્માવેલા કિસિંગ સીન પર પોતાનું મૌન તોડ્યું. તેમણે કહ્યું કે, 'સેટ પર 50થી વધુ લોકો હોવા છતાં, પરંતુ કિસિંગ સીન દરમિયાન સેટ પર ફક્ત બે કે ત્રણ કેમેરામેન અને થોડા લોકો જ હોય છે. આ સીન દરમિયાન બધાને દૂર કરવામાં આવે છે. આ બધું હોવા છતાં, મને અસ્વસ્થતા અનુભવાઈ રહી હતી અને હું રડવા લાગી. આ દરમિયાન સમયે મેં કહ્યું કે આ સીન કરવો. આ સાંભળીને, અર્જુન ચોંકી ગયો હતો.'

આ પણ વાંચો: 36 વર્ષ મોટા અમિતાભની માતા બનવાનો રોલ ઓફર થયો, અભિનેત્રીએ કહ્યું મને તો લાગ્યું કારકિર્દી ખતમ!

કિસિંગ સીન અંગે કનિકાએ જણાવ્યું હતું કે, 'મારી વાત સાંભળ્યા પછી, અર્જુન બિજલાની બહાર ગયો. ત્યારબાદ અર્જુને ક્રૂ મેમ્બર્સને પૂછ્યું કે કનિકા સાથે શું થયું? જોકે, બાદમાં મેં આ વાત માટે અર્જુનની માફી માંગી. કારણ કે તે મારો સિનિયર છે. જોકે, બાદમાં આ કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો અને કનિકા માન અને અર્જુન બિજલાનીના કિસિંગ સીન ઘણી હેડલાઇન્સમાં રહ્યા હતો.

કનિકા માન અને અર્જુન બિજલાનીની કારકિર્દી

અભિનેત્રી કનિકા માનની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે 2018માં 'બઢો બહુ'માં એક નાના રોલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'થી જાણીતી થઈ હતી. વર્ષ 2024માં તે ટીવી શો 'ચાંદ જલાન લગા' માં જોવા મળી. આ દરમિયાન અભિનેતા અર્જુન બિજલાનીએ ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં કેમિયોમાં દેખાયો હતો. ગયા વર્ષે તે 'લાફ્ટર શેફ્સ: એન્ટરટેઈનમેન્ટ અનલિમિટેડ' માં પણ જોવા મળ્યો હતો.

Tags :