Entertainment

કંગના રનૌત ક્વીન ટુ અને તનુ વેડસ મનુ 3 પર કામ શરૂ કર્યું

By GS TEAM
31 Aug 20251 min read
કંગના રનૌત ક્વીન ટુ અને તનુ વેડસ મનુ 3 પર કામ શરૂ કર્યું

- અભિનેત્રી વિકાસ બહલ અને આનંદએલ રાય સાથે ફરી કામ કરશે

મુંબઇ : કંગના રનૌતની છેલ્લી ફિલ્મ ઇમરજન્સી નિષ્ફળ ગઇ હતી. હવે તે ક્વીન ટુ અને તનુ વેડ્સ મનુ ૩ પર કામ કરવાની તૈયારી કરી રહી છે. અભિનેત્રી ફરીથી વિકાસ બહલ અને આનંદએલ રાય સાથે કામ કરશે. 

એક રિપોર્ટના અનુસાર, કંગના રનૌત હવે ક્વીન ટુ અને તનુ વેડસ મનુ ૩ માટે પોતાની કમર કસી રહી છે. 

કહેવાય છે કે, અભિનેત્રીએ વિકાસ બહલ અને આનંદ એલ રાયને તેમની ફિલ્મોમાં કામ કરવાને રાજી થઇ ગઇ છે. 

વિકાસ બહેલ પહેલાથી ક્વીન ટુની સ્ક્રિપ્ટ લોક કરી ચુક્યો છે,અને ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં ભારત અને વિદેશમાં શરૂ કરવામાં આવશે. વિકાસ બહલે ફિલ્મ માટે લોકેશન પણ ફાઇનલ કરી લીધા છે. 

તનુ વેડસ મનુ ૩ની વાત કરીએ તો આ ફિલમનું દિગ્દર્શન આનંદ એલ રાય કરશે. તેણે પણ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. આ ફિલ્મમાં કંગના રનૌત એ આર માધવનની જોડી ફરી જોવા મળશે,