mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

VIDEO : ‘ઈમરજન્સી’ સાથે કંગના રનૌતની દોઢ વર્ષ બાદ ટ્વિટર પર વાપસી, જુઓ શું લખ્યું

Updated: Jan 24th, 2023

VIDEO : ‘ઈમરજન્સી’ સાથે કંગના રનૌતની દોઢ વર્ષ બાદ ટ્વિટર પર વાપસી, જુઓ શું લખ્યું 1 - image

મુંબઈ, તા.24 જાન્યુઆરી-2023, મંગળવાર

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ચાહકો માટે ખુશખબરી છે. દોઢ વર્ષ બાદ કંગના રનૌત ટ્વિટર પર પરત ફરી છે. કંગનાએ પણ પ્રથમ ટ્વિટ કરી લખ્યું છે કે, ‘હેલ્લો મિત્રો. પરત ફર્યા બાદ ખુબ સારુ લાગી રહ્યું છે’ આ સાથે જ કંગનાએ ફિલ્મ ‘ઈમરજન્સી’નો વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે કંગનાએ રિલિઝ ડેટની જાહેરાત પણ કરી છે. કંગનાએ લખ્યું છે કે, ‘ઈમરજન્સી’નું શૂટિંગ પુરુ થઈ ગયું છે. તમારી સાથે થિયેટર્સમાં 20 ઓક્ટોબર-2023માં મુલાકાત થશે. ચાહકો પણ કંગના રનૌતનું ટ્વિટર પર પરત ફરવાનું સાંભળી ખુશ થઈ ગયા છે. એક ફેન્સે લખ્યું કે, ‘વેલકમ બૈક ક્વિન’. 

કંગના ટ્વિટર એકાઉન્ટ કરાયું હતું સસ્પેન્ડ

કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ વર્ષ 2021ના મે મહિનામાં સસ્પન્ડ કરાયું હતું. આ દરમિયાન અભિનેત્રીએ બંગાળ ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું, ત્યારબાદ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતું. ઉપરાંત કંગના રનૌત પર આરોપ લગાવાયો હતો કે, તે ટ્વિટરની પોલિસીને સતત ખરાબ કરી રહી છે. તેમના દ્વારા કરવામાં આવેલા અપમાનજનક ટ્વિટ્સ, ટ્વિટરની પોલિસીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

Gujarat