કાજોલની સલામ વેન્કી બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ

- બોલીવૂડની વધુ એક ફિલ્મ નિષ્ફળ
- 30 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે પ્રથમ દિવસે ફક્ત 60 લાખનું કલેકશન કર્યું
મુંબઇ: કાજોલ લાંબા સમય પછી સલામ વેન્કી ફિલ્મમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ચર્ચા થઇરહી છે. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મને જોઇએ તેવો પ્રતિસાદ ફિલ્મ રીલિઝના પ્રથમ દિવસે મળ્યો નથી. રિપોર્ટના અનુસાર, ફિલ્મના પ્રમોશનમાં કાજોલે સારી એવી મહેનત કરી હોવા છતાં પર અપેક્ષિત પરિણામ મળ્યું નથી. રૂપિયા 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અંદાજે રૂપિયા 60 લાખનું જ કલેકશન કર્યું હોવાનું કહેવાય છે. આ આંકડા જોતા કહેવાય છે કે, ફિલ્મ સલામ વેન્કી પોતાનું બજેટ પણ કાઢી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, સલામ વેન્કી ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં માતા-પુત્રનું ભાવનાત્મક બોન્ડિંગ જોવા મળે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ ટુ સામે કાજોલની સલામ વેન્કી ફિલ્મ ટક્કર લઇ શકી નથી.
અજય દેવગણની દ્રશ્યમ ટુનું કલેકશન રૂપિયા 300 કરોડનો આંકડો જલદી જ પાર કરશે.

