Entertainment

અકસ્માતમાં મોતની અફવાથી કાજલ અગ્રવાલ પરેશાન

By GS TEAM
10 Sep 20251 min read
અકસ્માતમાં મોતની અફવાથી કાજલ અગ્રવાલ પરેશાન

- પોતે હેમખેમ હોવાનો ખુલાસો કરવો પડયો

- રોડ અકસ્માત થયાના સમાચાર અફવા જ હોવાનું પુરવાર થતાં ચાહકોને હાશકારો

મુંબઇ : એકટ્રેસ કાજલ અગ્રવાલ માર્ગ અકસ્માતમાં તેનું મોત થયાની અફવાથી પરેશાન થઈ ગઈ હતી. આખરે તેણે ખુદ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને આવી અફવાઓમાં નહીં માનવા  અપીલ કરવી  પડી હતી. 

સોશિયલ મીડિયા પર કોઈએ કાજલનું માર્ગ અકસ્માતમાં નિધન થયાની વાત વહેતી કરી હતી. આ સમાચાર જાણીને તેના અનેક ચાહકો ભારે આઘાત પામ્યા  હતા.  કાજલને આ અફવાની જાણ થતાં તેણે સ્પષ્ટતા કરી હતી કે હું બિલકૂલ હેમખેમ છું. આવી અફવાઓમાં કોઈ માનશો નહિ. મારો કોઈ અકસ્માત પણ થયો નથી. 

હું લોકોને વિનંતી કરું છું કે આવી  નકારાત્મક વાતો ફેલાવવાને બદલે પોઝિટિવ વાતો ફેલાવે. 

હજુ થોડા દિવસો પહેલાં જ કાજલ પરિવાર સાથે માલદિવ ફરવા  ગઈ હતી. તેના ફોટા પણ વાયરલ થયા હતા. 

કાજલ તાજેતરમાં સલમાન ખાનની 'સિકંદર ' ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ'માં મંદોદરીની ભૂમિકામાં જોવા  મળશે.