દારૂની ટેવના કારણે જસ્ટિન બીબરથી છૂટાછેડા લેશે હેલી? 2600 કરોડ રૂપિયા માંગ્યા હોવાનો દાવો
Justin Bieber Divorce: પ્રસિદ્ધ સિંગર જસ્ટિન બીબર પણ ટૂંકસમયમાં છૂટાછેડાં લે તેવા અહેવાલો મળી રહ્યા છે. અમુક ન્યૂઝ પોર્ટલમાં જસ્ટિન બીબર અને તેની પત્ની હેલી બાલ્ડવિનનો 10 વર્ષ જૂના પ્રેમ સંબંધનો અંત આવ્યો છે. હાલમાં છ મહિના પહેલાં જ જસ્ટિનના ઘરે પુત્ર જેક બ્લૂસ બીબરનો જન્મ થયો હતો. પુત્રના જન્મના થોડા મહિનામાં જ બંનેના અલગ થવાના સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જો કે, આ મામલે બંનેમાંથી કોઈએ સ્પષ્ટતા આપી નથી.
ભરણપોષણ પેટે જસ્ટિન 30 કરોડ ડોલર આપશે
હેલી અને જસ્ટિન જુદા-જુદા રહેતાં હોવાના સંકેતો સાથે જસ્ટિન પત્ની હેલીને ભરણપોષણ પેટે 30 કરોડ ડોલર (રૂ. 2627 કરોડ) ચૂકવશે. છૂટાછેડાં લેવાનો નિર્ણય હેલી તરફથી લેવામાં આવ્યો છે. તે જસ્ટિનની નશો કરવાની આદતથી ત્રસ્ત હતી. જસ્ટિને જ્યારે હેલી સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે તેને આશ્વાસન આપ્યુ હતું કે, તે નશો નહીં કરે. પરંતુ જસ્ટિન આ વચન નિભાવી શક્યો નહીં.
આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્નમાં સામેલ નહીં થાય પરિણીતી? શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ
બાળકના ભવિષ્ય અંગે ચિંતિત
નશાની આદતના કારણે પત્ની હેલી બાળકના ભવિષ્ય અંગે ચિંતિત હતી. જસ્ટિનની કુટેવોના કારણે હેલી બાળકની સંપૂર્ણપણે કસ્ટડી લેવા અરજી કરી શકે છે. તેમજ તેના માટે ભરણપોષણની રકમ વધારી પણ શકે છે.
10 વર્ષ પહેલાં શરૂ થયો હતો સંબંધ
2015માં હેલી અને જસ્ટિને એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે જસ્ટિન 21 વર્ષનો અને હેલી 19 વર્ષની હતી. જો કે, બાદમાં બંનેનું બ્રેકઅપ થયુ હતું. બ્રેકઅપના થોડા સમય બાદ ફરી બંને એક-બીજાને ડેટ કરતાં જોવા મળ્યા હતાં. અને 2018માં બંનેએ લગ્ન કરી લીધા હતાં.