Get The App

પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્નમાં સામેલ નહીં થાય પરિણીતી? શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ

Updated: Feb 6th, 2025

GS TEAM

Google News
Google News
પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્નમાં સામેલ નહીં થાય પરિણીતી? શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ 1 - image


Parineeti Chopra Cryptic Post: પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પ્રિયંકા ચોપરાના ભાઈ અને પોતાના કઝિન ભાઈ સિદ્ધાર્થના લગ્ન ફંક્શનમાં પણ સામેલ નથી થઈ. પરિણીતી હલ્દી, સંગીત વગેરે જેવા કોઈ પણ ફંક્શનમાં નજર ન આવી. સિદ્ધાર્થના લગ્ન ફંક્શન વચ્ચે પરિણીતીએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા જ તેના ભાઈના લગ્નમાં સામેલ થવા માટે મુંબઈ આવી ગઈ હતી. પ્રિયંકા માતાની ચોકીથી લઈને સંગીત સુધીના દરેક ફંક્શનમાં ખૂબ મસ્તી કરી રહી છે. પરિણીતીના માતા-પિતા લગ્નમાં મસ્તી કરતા દેખાય રહ્યા છે પરંતુ ચાહકો આ ફંક્શનમાં એક્ટ્રેસને મિસ કરી રહ્યા છે. 

પરિણીતીએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ 

પરિણીતી ચોપરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી. જેમાં લખ્યું હતું-તેણે લખ્યું કે- 'આપણે ખરેખર ઉધારના સમય પર છીએ, એવા લોકોને પસંદ કરો જે તમને પસંદ કરે છે, અને બીજા બધાને પોતાની હાલત પર છોડી દો.' પરિણીતીની આ પોસ્ટ હવે ખૂબ વાયરલ થઈ રહી છે.

પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્નમાં સામેલ નહીં થાય પરિણીતી? શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ 2 - image  

ફંક્શનમાં પ્રિયંકાની મસ્તી

તમને જણાવી દઈએ કે પ્રિયંકાના ભાઈનો હલ્દી ફંક્શન બુધવારે સવારે યોજાયો હતો અને સાંજે મહેંદી ફંક્શન યોજાયો હતો. પ્રિયંકા બંને ફંક્શનમાં ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી. આ ફંક્શનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી પરિણામ પહેલા જ 'ઓપરેશન લોટસ'નો આરોપ! સંજય સિંહે કહ્યું- 15 કરોડની ઓફર કરાઇ

પરિણીતી ચોપરા પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત

પરિણીતી ચોપરા હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. પરિણીતી સોશિયલ મીડિયા પર તેની ફિલ્મના સેટ પરથી ફોટો શેર કરતી રહે છે. તેણે પોતાની ટીમ સાથે પણ પોસ્ટ શેર કરી છે. અહેવાલ પ્રમાણે પરિણીતી કામના કારણે ફંક્શનમાં સામેલ નથી થઈ શકતી. 

Tags :