| |||
War 2 Movie: ઋતિક રોશન અને જૂનિયર NTR સ્ટારર 'વૉર 2'ની રિલીઝને લઈને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. વર્ષ 2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 14 ઓગસ્ટ 2025ના રોજ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં કિયારા અડવાણી સિઝલિંગ અવતારમાં જોવા મળશે. ફિલ્મને લઈને ઘણી અફવાઓ ફેલાઈ હતી કે ફિલ્મમાં NTR પાસે મર્યાદિત સ્ક્રીન ટાઇમિંગ છે. પણ હવે આ રહસ્ય પર પૂર્ણવિરામ લાગી ગયો છે.
શું ઓછા સમય સુધી જોવા મળશે NTR?
'વૉર'ના નિર્માતા નાગા વામસીએ આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે સમાચારોને અફવા ગણાવી કહ્યું કે, 'NTR માત્ર 30 કે 40 મિનિટ જોવા મળશે તે વાત સાવ ખોટી છે. બંને એક્ટર આખી ફિલ્મમાં જોવા મળશે. પહેલા 15 મિનિટ પછી. તારક અન્નાની એન્ટ્રી થશે અને બંને એક ગીત પર ડાન્સ કરશે. આ ફિલ્મમાં ભરપૂર મનોરંજન જોવા મળશે'
આ પણ વાંચો : બિગ બોસની ઓફર શા માટે ઠુકરાવી? ઝરીન ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો
'વૉર 2'ક્યારે રિલીઝ થશે?
'વૉર 2'ની શૂટિંગ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઋતિક રોશન અને જૂનિયર NTR મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, સાથે કિયારા અડવાણી પણ મુખ્ય કલાકારોમાં સામેલ છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2025ને હિન્દી, તેલગુ અને તમિલમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.


