અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ 'Jolly LLB 3'નો ફર્સ્ટ રિવ્યૂ આવ્યો સામે, ફેન્સ ખાસ વાંચે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jolly LLB 3 First Review: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સુભાષ કપૂર દ્વારા ડિરેક્ટ થયેલી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'Jolly LLB 3'માં અક્ષય કુમાર અને અરશદ વારસીની જોડી ફરી એકવાર થિયેટરમાં ધમાલ મચાવા જઇ રહી છે. આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝીનું એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ગયું છે અને ચાહકો પણ ટિકિટ ખરીદવા માટે તૂટી પડ્યા છે. એવી આશા છે કે આ ફિલ્મ ડબલ ડિજિટમાં કમાણી કરી શકે છે. આ વચ્ચે હવે ફિલ્મનો પહેલો રિવ્યૂ સામે આવ્યો છે. ચાલો જાણીએ કે ફિલ્મ હિટ રહેશે કે ફ્લોપ.
'Jolly LLB 3'નો પહેલો રિવ્યૂ સામે આવ્યો
એક ફિલ્મ વિવેચકે 'Jolly LLB 3' જોઈ અને ફિલ્મનો રિવ્યૂ શેર કર્યો હતો. તેણે કહ્યું કે, '2 કલાક 37 મિનિટની 'Jolly LLB 3' પૈસા વસૂલ કોમેડી ફિલ્મ છે. સુભાષ કપૂરે ફરી એકવાર સાબિત કર્યું કે તે ઇન્ડસ્ટ્રીના સૌથી ઉત્તમ ફિલ્મની સ્ટોરીના લેખકમાંથી એક કેમ ગણાય છે. આ ફિલ્મ દ્વારા તેમણે જે સંદેશ આપ્યો છે તે વખાણ કરવા જેવો છે. હાસ્યથી ભરપૂર આ ફિલ્મ તમને ઊભા રહીને તાળીઓ પાડવા મજબૂર કરી દેશે.'
'Jolly LLB 3'ને મળી આટલી રેટિંગ
ફિલ્મ વિવેચકે લખ્યું કે, 'અરશદ વારસી, અક્ષય કુમાર, સૌરભ શુક્લા, ગજરાજ રાવ, હૂમા કુરૈશી અને અમૃતા રાવ પોતાના શ્રેષ્ઠ અભિનયથી જુદી છાપ છોડી છે. જબરદસ્ત કેમિસ્ટ્રી, સરળ ટાઈમિંગ અને કમાલનું અભિનય....જોલી એલએલબી 3 માત્ર એક કોર્ટરૂમ કોમેડી નથી, પરંતુ આત્માને સ્પર્શી જાય એવી શક્તિશાળી ફિલ્મ છે.' ફિલ્મ વિવેચકે આ ફિલ્મને 5/5 ની રેટિંગ આપી છે.
'Jolly LLB 3' વિશે
'Jolly LLB 3' ની પહેલી ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. તેની સીક્વલ 2017માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પહેલી ફિલ્મમાં અરશદ વારસી અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં હતા. સ્ટાર સ્ટુડિયો18ના બેનર હેઠળ નિર્મિત અને લેખક-નિર્દેશક સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, અરશદ વારસી, સૌરભ શુક્લા, હૂમા કુરૈશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ જેવા કલાકારોનો સમાવેશ થાય છે.









