Jolly LLB 3'એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર તબાહી મચાવી, અક્ષયની ફિલ્મે જાણો કેટલી કરી કમાણી
Jolly LLB 3, Box Office Collection: અક્ષય કુમાર અને અરશદ વારસીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે. ગત 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'Jolly LLB 3' એ સિનેમાઘરોમાં આવતાની સાથે જ ધમાલ મચાવી દીધી હતી. જોકે, બીજા દિવસની કમાણી પહેલા દિવસની તુલનાએ ઘણી વધી ગઈ હતી, જેના કારણે તેની કમાણીમાં 60 ટકા કરતાં વધુની કમાણી કરી છે.
સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત આ કોમેડી ફિલ્મને આજે ત્રીજો દિવસ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એશિયા કપ પણ આજે થઈ રહ્યો છે, તેથી દર્શકો ક્રિકેટ તરફ વળી શકે છે, જે ફિલ્મની કમાણી પર થોડીગણી અસર તો કરી શકે છે. જોકે, શરૂઆતના કલેક્શનમાં ફિલ્મ ફરીથી ધમાલ મચાવી રહી છે.
'Jolly LLB 3' નું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મે પહેલા દિવસે 12.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે, તેની કમાણી વધીને 20 કરોડ રુપિયા થઈ ગઈ. હવે, ત્રીજા દિવસે સેક્નિલ્કના આંકડા પ્રમાણે સાંજે 6.05 વાગ્યા સુધીમાં ફિલ્મે 14.66 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન ₹ 47.16 કરોડ સુધી પહોંચી ગયું છે. જો કે આજના ડેટા હજુ સુધી ફાઈનલ નથી અને તેમાં ફેરફાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે ફિલ્મની કમાણીમાં આશરે 1,000 શોનો વધારો થયો હતો, જેના કારણે ફિલ્મની કમાણીમાં મોટો વધારો થયો હતો. આ ઉપરાંત રિવ્યૂઝ અને પોઝિટિવ વર્ડ ઓફ માઉથથી પણ ફિલ્મની કમાણી પર સકારાત્મક અસર પડી રહી છે.
'Jolly LLB 3' એ ઓપનિંગ વીકેન્ડમાં બનાવ્યો રેકોર્ડ
ફિલ્મે તેના ઓપનિંગ વીકેન્ડમાં જ ઘણા રેકોર્ડ તોડ્યા છે, જે તમે નીચે આપેલા નિર્દેશોમાં જોઈ શકો છો. 'Jolly LLB 3' ફ્રેન્ચાઇઝની પહેલી ફિલ્મ 2013 માં રિલીઝ થઈ હતી. આ અરશદ વારસી અભિનીત ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી, તેણે ₹32.43 કરોડની કમાણી કરી હતી. હવે, 'જોલી એલએલબી 3' એ પહેલા ભાગની લાઈમટાઈમ કમાણીને વટાવી દીધી છે.
આ પણ વાંચો: 'આઉટ સાઈડર હોવાને કારણે મારી સાથે અન્યાય થયો..', પ્રખ્યાત એક્ટરનું દર્દ છલકાયું
ફિલ્મનું પહેલા વીકેન્ડમાં કલેક્શન ₹50.46 કરોડ હતું
ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2017 માં રિલીઝ થયો હતો, જેમાં લાઈફટાઈમમાં ₹117 કરોડની કમાણી કરી હતી, જેથી તાજેતરમાં રિલીઝ થયેલા ત્રીજા ભાગ કરતા ઘણો પાછળ છે. જોકે, ફિલ્મનું પહેલા વીકેન્ડમાં કલેક્શન ₹50.46 કરોડ હતું. ત્રીજા ભાગની અત્યાર સુધીની કમાણી જોતાં એવું લાગે છે કે આ રેકોર્ડ પણ તૂટવાની આરે છે.
આ ફિલ્મ 2025 માં રિલીઝ થયેલી ટોચની 10 બોલિવૂડ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે, જેનો પહેલા વીકેન્ડનું કલેક્શન સૌથી વધારે રહ્યું છે. જેથી તેણે 'કેસરી ચેપ્ટર 2' (₹30.14 કરોડ), 'બાગી 4' (₹31.25 કરોડ) અને 'જાટ' (₹39.75 કરોડ) ને પાછળ છોડીને આ યાદીમાં 8મું સ્થાન પર પહોંચી ગઈ છે.
આ ઉપરાંત, ફિલ્મે અરશદ વારસીની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનારી છ ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમાં ડબલ ધમાલ, પાગલપંતી, ધમાલ, જોલી એલએલબી, ઇશ્કિયા, દેઢ ઇશ્કિયા અને ફાલ્તુનો સમાવેશ થાય છે.