'આઉટ સાઈડર હોવાને કારણે મારી સાથે અન્યાય થયો..', પ્રખ્યાત એક્ટરનું દર્દ છલકાયું
![]() |
એક્ટરનું દર્દ છલકાયું
એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે ઇન્ડસ્ટ્રીમાં ઘણુ સ્ટ્રગલ કર્યું છે. આજે પણ ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. મુઝમ્મિલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'બોલિવૂડના ફિલ્મમેકર્સ આઉટસાઇડર એક્ટરના પોટેન્શિયલ પર સવાલો ઉભા કરે છે. જે ભવિષ્યમાં સારા એક્ટર બની શકે છે.'
મુઝમ્મિલે વધુ જણાવ્યું કે, 'જો તમે તમારા કામમાં ઘણા સારા અને અનુભવી છો તો તે તમને નીચે પડાવાની દરેક કોશિશ કરશે. તમને કંઇ આવડતું નથી એવી છબી પણ ઉભી કરશે. બોલિવૂડમાં સ્ટ્રગલ કરી રહેલા બધા એક્ટરે તે અનુભવ્યું છે. મેં કાર્તિક આર્યન, સુશાંત સિંહ રાજપૂતને પણ જોયો છે. આ બંનેએ પણ ફેસ કર્યું છે. જે એક્ટરમાં પોટેન્શિયલ હોય છે તે જ આ બધુ ફેશ કરતાં હોય છે.' કશ્મીર મોડલથી એક્ટર બનેલા મુઝમ્મિલે કોન્ટેસ્ટ જીત્યો હતો. ત્યારબાદ તે ઘણા હિટ મ્યૂઝિક વીડિયોમાં નજર આવશે. એક ઇન્ટરવ્યૂમાં મુઝમ્મિલે જણાવ્યું હતું કે, તેની પહેલી ફિલ્મનો અનુભવ ઘણો ટ્રોમેટિક રહ્યો હતો.
21 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું
એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે 21 વર્ષની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. સેટ પર ઘણો ખરાબ માહોલ હતો. પૂજા ભટ્ટની ફિલ્મ 'ધોખા' વિશે વાત કરીએ તો મુઝમ્મિલે જણાવ્યું કે, 'મેં ક્યારેય ટોક્સિક વાતાવરણને ફેસ કર્યું નથી. મને ખરાબ શબ્દો સાંભળવાની આદત નથી. મારી માટે તે અનુભવ ખૂબ ટ્રોમેટિક રહ્યો હતો. આજે પણ મુઝમ્મિલ આ ટ્રોમાને ફેસ કરી રહ્યો છું.'
એક્ટરનું વર્કફ્રન્ટ
એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમના વર્કફ્રન્ટની વાત કરીએ તો, રાખી સાવંત સાથે મ્યૂઝિક વીડિયો 'પરદેસિયા'માં નજર આવ્યો હતો. ઘણા લોકોએ તેને 'પોસ્ટર બોય'ના નામે ઓળખતા હતા.