Entertainment

જોનનું બહાનું : થિયેટરવાળા ડરી ગયા એટલે તહેરાન ઓટીટી પર

By GS TEAM
3 Aug 20251 min read
જોનનું બહાનું : થિયેટરવાળા ડરી ગયા એટલે તહેરાન ઓટીટી પર

- ડાયરેક્ટ ઓટીટી રીલિઝથી પોતે નિરાશ હોવાનો દાવો  

- ઈઝરાયેલ -ઈરાન પરની ફિલ્મ હોવાથી કોઈ થિયેટર દર્શાવવા તૈયાર ન હતું 

મુંબઈ: જોન અબ્રાહમની 'તહેરાન' ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર રીલિઝ થઈ રહી છે. આ માટે જોન અબ્રાહમે એવું બહાનું કાઢ્યું છે કે આ ફિલ્મ ઈઝરાયેલ-ઈરાનને લગતી હોવાથી થિયેટર્સ વાળાને તે દર્શાવવામાં ડર લાગ્યો હતો. આથી, નાછૂટકે આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ કરવી પડી છે. 

જોને એવો પણ દેખાવ  કર્યો હતો કે પોતાને પણ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર રીલિઝ થઈ રહી છે તે ગમ્યું નથી. આ નિર્ણયથી તે નિરાશ થયો છે. પરંતુ, આ સિવાય કોઈ વિકલ્પ રહ્યો  ન હતો. 

જોકે, ટ્રેડ વર્તુળોમાં ચર્ચા મુજબ હાલ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે હિંદી ફિલ્મોનું રીલિઝ કેલેન્ડર એકદમ ભરચક છે અને તેના કારણે આ ફિલ્મ થિયેટરમાં આવે તો પૂરતાં સ્ક્રીન મળશે કે કેમ તેવી શંકા હતી. 

વધુમાં, આ પ્રકારની ફિલ્મોનું ઓડિયન્સ બહુ મર્યાદિત રહેતું હોવાથી તેની સફળતા અંગે પણ શંકા સેવાતી હતી.