જોન અબ્રાહમની ફોર્સ થ્રીનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થશે

- બોલીવૂડમાં વધુ એક ફ્રેન્ચાઈઝી ફિલ્મ
- ફિલમમાં જોન સામે વિલનની ભૂમિકા માટે કોઈ સારા એક્ટરની શોધ
મુંબઇ : બોલીવૂડમાં નવા સર્જનાત્મક આઇડિયાને બદલે જૂની હિટ થયેલી ફિલ્મોની ફ્રેન્ચાઈઝી બનાવી ગુડવિલનો લાભ લેવાનો ટ્રેન્ડ પુરબહારમાં ચાલી રહ્યો છે. તેના ભાગ રુપે જોન અબ્રાહમ પણ હવે 'ફોર્સ થ્રી'માં કામ કરી રહ્યો છે.
જોને ફિલ્મ માટે તૈયારી શરુ કરી દીદી છે. તેનું શૂટિંગ આગામી મહિનાઓમાં શરુ થવાની સંભાવના છે. જોન પોતાની એસીપી યશવર્ધનની ભૂમિકામાં રીપિટ થશે. આ વખતે જોન સામે નવા વિલનની શોધ ચાલી રહી છે. કોઈ દમદાર એક્ટરને વિલનનો રોલ સોંપાશે તેવી ચર્ચા છે.
ઉલ્લેખનીય છેકે, મૂળ ફિલ્મ 'ફોર્સ '૨૦૧૧માં આવી હતી . તેના સાત વર્ષ પછી એટલે કે ૨૦૧૮માં જોને નિર્માતા વિપુલ શાહ પાસેથી 'ફોર્સ'ના ફ્રેન્ચાઇઝી ખરીદી લધા હતા. 'ફોર્સ ટુ'માં તાહિર રાજ ભસીને વિલનની ભૂમિકા ભજવી હતી. જ્યારે સોનાક્ષી સિંહા સબ ઇન્સપેકટરના રોલમાં હતી.








