જ્હૉન અબ્રાહમ 'નામ શબાના'ના ડિરેક્ટરની નવી એક્શન ફિલ્મમાં મુખ્યપાત્ર ભજવશે

Updated: Jul 10th, 2022


- ફિલ્મની વાર્તા અસામાન્ય સ્થિતિઓમાં સપડાયેલા સામાન્ય માણસની આસપાસ ગુંથાયેલી છે 

રોમેન્ટિક એક્શન ડ્રામા 'એક વિલન રીટર્ન્સ' ની રીલિઝની તૈયારી કરી રહેલ અભિનેતા જ્હૉન અબ્રાહમ ટૂંક સમયમાં એક નવી ફિલ્મ સાઈન કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ માટે અભિનેતાએ 'નામ શબાના' ના દિગ્દર્શક શિવમ નાયર સાથે હાથ મિલાવ્યા છે. ફિલ્મમાં જ્હૉન એક એવા સામાન્ય માણસનું પાત્ર ભજવશે તે અસામાન્ય પરિસ્થિતિમાં ફસાઈ જાય છે. આ ફિલ્મમાં ક્યારેય ન જોયા હોય તેવા એક્શન સીન જોવા મળશે. 

જ્હૉને ફિલ્મ માટે હા પાડી હોઈ આગામી નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન તેનું શૂટિંગ શરુ થવાની શક્યતા છે. 

એવી ધારણા છે કે, જ્હૉનની આ ફિલ્મને કબિર સિંગના પ્રોડયુસર અશ્વિન વર્દે વિપુલ ડી શાહ અને રાજેશ બહલ સાથે મળી તેમના નવા બેનર વાકાઓ ફિલ્મ અંતર્ગત પ્રસ્તુત કરશે.

૨૯મીએ રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મ એક વિલન રીટર્ન્સ બાબતે જ્હૉને કહ્યું કે, તેણે ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ તુરંત ફિલ્મમાં કામ કરવા રસ દાખવ્યો હતો. કારણ આ ફિલ્મમાં એવું તત્વ છે, જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો.

    Sports

    RECENT NEWS