Get The App

શાહિદ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ રોમિયોનું શૂટિંગ પૂર્ણ

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
શાહિદ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ રોમિયોનું શૂટિંગ પૂર્ણ 1 - image


- શાહિદની વિશાલ ભારદ્વાજ સાથે ચોથી ફિલ્મ  

- શાહિદે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી પરંતુ ટાઈટલ જાહેર ન કર્યું

મુંબઈ: શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'રોમિયો'નું શૂટિંગ પૂર્ણ કરી દેવાયું છે. ફિલ્મ હવે આગામી ડિસેમ્બર મહિનામાં રીલિઝ કરવામાં આવશે. 

શાહિદ કપૂરે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. અગાઉ આ ફિલ્મને 'અર્જુન અસ્તરા'  નામ અપાયું હતું. જોકે, બાદમાં જાહેર થયુ હતું કે આ ફિલ્મનું ટાઈટલ બદલીને 'રોમિયો' કરાયું છે. અલબત્ત, શાહિદે પોતાની પોસ્ટમાં ફિલ્મનું ટાઈટલ હવે  પછી જાહેર કરાશે તેમ જણાવ્યું છે.  શાહિદે પોસ્ટમાં સહકલાકારો તૃપ્તિ ડિમરી, દિશા પટાણી, અવિનાશ તિવારી તથા નાના પાટેકરનો આભાર માન્યો હતો. શાહિદનું વિશાલ   ભારદ્વાજ સાથે આ ચોથું કોલબરેશન છે. અગાઉ શાહિદ વિશાલની 'કમીને', 'હૈદર' તથા 'રંગૂન'માં કામ કરી ચૂક્યો છે. 

Tags :