જયા બચ્ચનના 72મા જન્મદિવસે પુત્ર અભિષેકે સુંદર સંદેશો પાઠવ્યો
- લોકડાઉનને કારણે જયા પરિવારથી દૂર દિલ્હીમાં ફસાઇ છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 એપ્રિલ 2020, ગુુરૂવાર
અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચને ૯ એપ્રિલના રોજ ૭૨વરસની થઇ. પરંતુ આ ખાસ પ્રસંગે તે પોતાના પરિવાર સાથે મુંબઇ નહીં, દિલ્હીમાં છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકઆઉટ થવાથી તે દિલ્હીથી મુંબઇ પરત આવી શકી નથી. તેના જન્મદિવસના દિવસે તેનો પુત્ર અભિષેક અને શ્વેતા માતાને મિસ કરી રહ્યા છે.
અભિષેકે પોતાની માને બર્થ ડે વિશ કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, દરેક બાળકનો ફેવરિટ શબ્દ મા હોય છે. મારો પણ આ જછે. હેપ્પી બર્થ ડે મા. તમે દિલ્હીમાં લોકડાઉનના કારરણે ફસાઇ ગયા છો અને અમે બધા મુંબઇમાં છીએ. પરંતુ તમને હરપળ યાદ કરી રહ્યા છીએ અને તમે અમારા દિલમાં છો. આઇ લવ યુ.
આ ઉપરાંત શ્વેતાએ માતાને યાદ કરીને બાળપણની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં શ્વેતા અને અભિષેક જોવા મળી રહ્યા છે. શ્વેતાએ લખ્યું છે કે, હું હમેશા તને મારા દિલમાં રહીને ફરું છું. તારા વગર હું ક્યાંય જતી નથી, તું મારી સાથે જ છે. હેપ્પી બર્થ ડે મમ્મા, આઇ લવ યુ.