Jaya Bachchan On Paparazzi : જયા બચ્ચન પાપારાઝીને જોઈને ભડકી જતા હોય છે. જેને લઈને તેમણે એક ઈવેન્ટમાં જવાબ આપ્યો છે. જયા બચ્ચને કહ્યું કે, 'મીડિયા સાથે મારા સારા સંબંધ છે. જ્યારે પાપારાઝી માટે એટલું સન્માન નથી.' જયા બચ્ચને પેપારાઝીને 'ઉંદર' કહ્યા હતા. તેમના મુજબ, પાપારાઝી એ છે કે જેઓ મોબાઈલ ફોન લઈને કોઈપણ પ્રકારની પ્રાઈવસીની જગ્યાએ ઘૂસી શકે છે. એરપોર્ટ પર ફોટો પડાવવા માટે જાણીજોઈને પાપારાઝીને બોલાવતા સેલિબ્રિટીઝની પણ જયા બચ્ચને નિંદા કરી હતી.
પાપારાઝી અને મીડિયા અંગે શું કહ્યુ જયા બચ્ચને?
જયા બચ્ચને કહ્યુ કે, 'મીડિયા સાથે મારા શાનદાર સંબંધ છે, હું મીડિયાની દેન છું. પરંતુ પાપારાઝી સાથે મારે કોઈ સંબંધ નથી. આ લોકો કોણ છે? શું તેઓ ભણેલા-ગણેલા ટ્રેન્ડ છે? શું તમે એને મીડિયા કહો છો? હું મીડિયામાંથી આવું છું, મારા પિતા પત્રકાર હતા. મારા અંદર અસલી મીડિયા માટે ઘણું માન છે.'
પાપારાઝી પર જયા બચ્ચનનું નિવેદન
પાપારાઝી વિશે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, 'પણ આ લોકો જે ગંદા, ટાઈટ પેન્ટ પહેરીને અને મોબાઈલ ફોન લઈને ફરતા હોય છે. તેઓ વિચારે છે કે ફક્ત મોબાઈલ ફોન હોવાથી કોઈનો પણ ફોટો લઈ શકે છે અને કંઈ પણ કહી શકે છે. તેઓ કેવા પ્રકારની વાતો કરે છે. આ લોકો ક્યાંથી આવે છે, તેમનું શિક્ષણ શું છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે? શું તેઓ આપણું પ્રતિનિધિત્વ કરશે? ફક્ત એટલા માટે કે તેઓ યુટ્યુબ કે અન્ય કોઈ સોશિયલ પ્લેટફોર્મ પર વીડિયોઝ પોસ્ટ કરી શકે છે?'
જયા બચ્ચને પાપારાઝીને કહ્યા 'ઉંદર'
જયાએ જણાવ્યું કે, તેમની દિલ્હીની એક સ્ટાફ મેમ્બરે કહેલું કે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી નથી. કારણ કે જયા બચ્ચન સોશિયલ મીડિયા પર સૌથી વધુ નફરત મેળવનાર માંથી એક છે. આ વાત પર જયાએ કહ્યું કે, 'મને ફર્ક પડતો નથી. જો તમે મને નફરત કરો છો તો એ તમારો નિર્ણય છે. મારું માનવું છે કે, હું પણ તમને બિલકુલ પસંદ કરતી નથી. તમને લાગે છે કે, તમે ઉંદરની જેમ કોઈના પણ ઘરમાં મોબાઈલ ફોન લઈને ઘૂસી શકો છો.'
આ પણ વાંચો: ઘરમાં જ દુર્ઘટનાનો શિકાર થયો અભિનેતા ટોની જર્મેનો, ગંભીર ઈજાઓ બાદ દર્દનાક મોત
હાલના ધોરણે અનેક યંગ એક્ટર્સ સોશિયલ મીડિયામાં ઘણાં ફેમસ છે અને મોટાભાગે પાપારાઝીના વીડિયોમાં જોવા મળતાં હોય છે. પરંતુ જયા બચ્ચને આ ટ્રેન્ડને બિલકુલ સપોર્ટ કરતી નથી. તેમણે કહ્યું કે, 'હું નથી જાણતી કે તમે કોની વાત કરો છો. મારો પૌત્ર પણ યંગ છે અને તે કોઈ સોશિયલ નેટવર્ક પર નથી. જો તમને એરપોર્ટ પર ફોટો પડાવવા માટે લોકોને બોલાવવા પડે છે તો શું તમે કોઈ પ્રકારના સેલિબ્રિટી છો?'


