Get The App

જાવેદ અખ્તરે વિરાટ કોહલીના સંન્યાસ પર વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું હજુ એકવાર વિચાર કરી લો

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
જાવેદ અખ્તરે વિરાટ કોહલીના સંન્યાસ પર વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું હજુ એકવાર વિચાર કરી લો 1 - image


Javed Akhtar: ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી, ત્યારબાદ ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો અંત આવ્યો છે. 36 વર્ષના કિંગ કોહલીએ ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી, જેમાં 9230 રન બનાવ્યા અને 30 દાયકા લગાવ્યા, તેની સરેરાશ 46.85 રહી. હવે તે ફક્ત વનડે મેચમાં રમશે. વિરાટ કોહલીના આ નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ છે. સિનેમા ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજોએ કોહલીના સંન્યાસનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હવે હિન્દી સિનેમાના દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તરે વિરાટ કોહલીના ટેસ્ટ સંન્યાસ પર પોતાની અંદરનું દુઃખ વ્યક્ત કરતા  ક્રિકેટરને ફરી વિચારવા વિનંતી કરી છે.

જાવેદ અખ્તરે વ્યક્ત કર્યું દુઃખ 

જાવેદ અખ્તર વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટે સંન્યાસની જાહેરાતથી ચોંકી ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. અનેક ક્રિકેટર અને ફેન્સની જેમ તે પણ માને છે કે, કોહલીનું ક્રિકેટ કરિયર આગળ ખતમ નથી થયું.

આ પણ વાંચોઃ મિથુન ચક્રવર્તીના પુત્રની આપવીતી, કહ્યું- બોલિવૂડે મારા માતા-પિતાની મજાક ઉડાવી

જાવેદ અખ્તરે કરી પોસ્ટ

જાવેદ અખ્તર ઉંમરમાં વિરાટ કોહલીથી ઘણાં મોટા છે અને અવાર-નવાર તેના સમર્થનમાં પોસ્ટ પણ કરે છે. એક સીનિયર હોવાના નાતે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડી સાથે જાવેદ અખ્તરે પણ વિનંતી કરી. તેમણે લખ્યું- ‘વિરાટ કોહલી સારી રીતે જાણે છે, પરંતુ આ મહાન ખેલાડીના ફેન્સના રૂપે હું તેના સમય પહેલાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાથી નિરાશ છું. મને લાગે છે કે, તેનામાં હજું ઘણું ક્રિકેટ બાકી છે. હું તેને વિનમ્રતાથી વિનંતી કરૂ છું કે, તે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે.’


જાવેદ અખ્તરે વિરાટ કોહલીના સંન્યાસ પર વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું હજુ એકવાર વિચાર કરી લો 2 - image

આ પણ વાંચોઃ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂર, આ સેલેબ્સ પણ રેડ કાર્પેટ પર દેખાશે

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ જાવેદ અખ્તર સાથે સંમત થયા. ગીતકારની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક ચાહકે લખ્યું, 'આપણા ખૂબ જ આદરણીય જાવેદ સાહેબ પાસેથી આ સાંભળવું ખૂબ જ મોટી વાત છે!' આશા છે કે વિરાટ કોહલીએ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. બીજાએ લખ્યું - 'સાચું કહ્યું.' હું પણ ઈચ્છું છું કે તે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે. બીજાએ લખ્યું: 'સંપૂર્ણપણે સંમત છું! આ સિવાય વિરાટ, રોહિત અને અશ્વિન જેવા ખેલાડીઓને ફેરવેલ મેચ મળવી જોઈએ!

Tags :