મિથુન ચક્રવર્તીના પુત્રની આપવીતી, કહ્યું- બોલિવૂડે મારા માતા-પિતાની મજાક ઉડાવી
Bollywood News: બોલિવૂડમાં એકથી એક શાનદાર પાત્ર ભજવી પોતાની કારકિર્દીને સફળ બનાવનારા મિથુન ચક્રવર્તીના દીકરાએ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ, તેને સફળતા ન મળી. ફિલ્મોની અસફળતાના કારણે તેને ખૂબ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ટીકાઓની વચ્ચે અમુક લોકોએ મિમોહ સાથે તેના માતા-પિતાની પણ મજાક ઉડાડવામાં આવી હતી.
બોલિવૂડે મારા માતા-પિતાની મજાક ઉડાવી
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મિમોહ ચક્રવર્તીએ પોતાના કરિયર અને પર્સનલ લાઇફને લઈને વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું કે, 'જ્યારે હું ફિલ્મોમાં અસફળ રહ્યો તો લોકોએ મારા માતા-પિતાની મજાક કરવાની શરૂ કરી દીધી. મારા પિતાના કામનું કોઈ મજાક ન કરી શકે. જોકે, ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકોએ મારા દ્વારા તેમની મજાક કરી હતી. જ્યારે આ લોકોએ મારી માતા (યોગિતા બાલી)ને ટાર્ગેટ કરી તો મને લાગ્યું કે, આ હવે વધારે થઈ ગયું છે. હું કહેવા ઈચ્છું છું કે, આ વાતોમાં મારી માતાને સામેલ ન કરો.'
આ પણ વાંચોઃ જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવને હાઈકોર્ટનો ઝટકો, સાપના ઝેર અને ડ્રગ્સ મામલે કેસ ચાલશે
મિથુનના દીકરાએ આ ફિલ્મોમાં કર્યું કામ
મિમોહના કરિયર ફ્રન્ટની વાત કરીએ તો તેણે થોડા સમય પહેલાં જ વેબ સીરિઝ 'ખાકી-ધ બંગાલ ચેપ્ટર'માં કામ કર્યું હતું. આ સિવાય તેણે 'ઓય ભૂતની કે', 'મેં મુલાયમસિંહ યાદવ', 'રોષ', 'જોગીરા સારા રા રા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.