Get The App

જાવેદ અખ્તર રિચર્ડ ડોકિન્સ એવોર્ડથી સમ્માનિત થનારા પ્રથમ ભારતીય

- તેમને આ અવોર્ડ માનવ વિકાસ અને ધર્મનિરપેક્ષતા તેમજ માનતાવાદી મૂલ્યો માટે મળ્યો

Updated: Jun 9th, 2020

GS TEAM

Google News
Google News
જાવેદ અખ્તર રિચર્ડ ડોકિન્સ એવોર્ડથી સમ્માનિત થનારા પ્રથમ ભારતીય 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 08 જૂન 2020, સોમવાર

પીઢ ગીતકાર જાવેદ અખ્તતરને રિચર્ડ ડોકિન્સ એવોર્ડથી સમ્માન કરરવાની ઘોષણા કરવામાં આવી છે. આ એવોર્ડ મેળવનાર આ પ્રથમ ભારતીય છે. આ એવોર્ડને ઓકસફર્ડ યૂનિવર્સિટીમાં સાયન્સ ઓફ પબ્લિક અંડરસ્ટેન્ડિંગના પ્રોફેસર રિચર્ડ  ડોકિન્સના નામ પર આપવામાં આવે છે. જાવેદની પત્નીઅને અભિનેત્રી શબાના આઝમીએ ટ્વીટ કરીને આ એવોર્ડ બાબતે માહિતી આપી હતી. 

શબાનાએ ટ્વિટ કર્યું હતુ કે, જાવેદને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ પોતાની ક્રિટિકલ થિંકિંગ, ધાર્મિક જડતાની સ્કૂટની, માનવ પ્રગતિ અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા માટે જીત્યો છે.

 પુત્ર ફરહાને અને પુત્રી ઝોયાઅખ્તરે પિતાને આ  સમ્માન મળ્યા બદલ શુભેચ્છા આપી હતી. ફરહાને પોતાની પોસ્ટમાં લખ્યું હતુ ંકે, આલોચનાત્મક વિચાર અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા માટે પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય થવા બદલ વધાણમી પા, તમે બિલકુલ આને યોગ્ય છો. મને તમારા પર ગર્વ છે. 

ઝોયાએ પિતાની તસવીર શેર કરીને પોસ્ટ કર્યું છે કે મારા પિતા જાવેદે આલોચનાક્મર વિચાર અને માનવતાવાદી મૂલ્યોન ેઆગળ વધારવા માટે પ્રતિષ્ઠિત એવોર્જ મેલળ્યો છે તેમજ આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય બન્યા છે તેમને મારા તરફથી વધામણી.

ઉલ્લેખનીય છે કે, રિચર્ડ ડોકિન્સ એવોર્ડ ૨૦૦૩ની સાલથી આપવામાં આવે છે. આ એવોર્ડથી એ વ્યક્તિને સમ્માનિત કરવામાં આવે છે જે સાર્વજનિક રૂપથી તર્કસંગત, ધર્મનિરપેક્ષતાના અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા માટે આપવામાં આવે છે.

Tags :