Entertainment

જાહ્નવી કપૂર, ઋષભ શેટ્ટી, અક્ષયકુમારની ફિલ્મો ટકરાશે

By GS TEAM
15 Jul 20251 min read
જાહ્નવી કપૂર, ઋષભ શેટ્ટી, અક્ષયકુમારની ફિલ્મો ટકરાશે

- સની સંસ્કારી  કી તુલસી કુમારી પાછળ ઠેલાઈ  

- વિજયાદશમી વીક એન્ડનો લાભ લેવા માટે ફિલ્મોની ભરમાર

મુંબઈ : કરણ જોહરનાં પ્રોડક્શનની ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'ની રીલિઝ ડેટમાં ફેરફારની આજે અચાનક જાહેરાતથી ઓક્ટોબરની ફેસ્ટીવલ સીઝનનું કેલેન્ડર ભરચક થઈ ગયું છે. જાહ્નવી કપૂર અને વરુણ ધવનની આ ફિલ્મ અગાઉ સપ્ટેમ્બર માસના ત્રીજાં સપ્તાહમાં રીલિઝ થવાની  હતી. પરંતુ, આજે કરણ જોહરે અચાનક જ રીલિઝ ડેટ ફેરવી હવે બીજી ઓક્ટોબરે આ ફિલ્મ રીલિઝ કરવાની જાહેરાત કરી હતી.ઋષભ શેટ્ટીની 'કાંતારા'ની પ્રીકવલ 'કાંતારા ચેપ્ટર વન' પણ આ જ દિવસે રીલિઝ થવાની છે. મૂળ ફિલ્મ હિટ ગયા બાદ તેની પ્રીકવલને ગુડવિલનો લાભ લેવાની ધારણા છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલાં ટ્રેડ વર્તુળોમાં ચર્ચા હતી કે અક્ષય કુમાર અને અર્શદ વરસીની 'જોલી એલએલબી થ્રી' પણ કદાચ બીજી ઓક્ટોબરે જ રીલિઝ થશે.  ફિલ્મોની આ ભીડમાં હર્ષવર્ધન રાણેની 'એક દિવાને કી દિવાનિયત' પર જોખમ સર્જાયું છે. આ  ફિલ્મની રીલિઝ ડેટ હવે બદલવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. બીજી  ઓક્ટોબરે  વિજયાદશમી છે અનેે ગાંધી જયંતી પણ છે. આ સપ્તાહમાં રજાઓનો માહોલ રહે તેમ હોવાથી નિર્માતાઓ તેને એન્કેશ કરવા માટે પડાપડી કરી રહ્યા છે.