જાહ્નવી કપૂર અને વરુણ ધવન સ્ટ્રીટ ડોગના અધિકારોના સમર્થનમાં

- તેમણે સડક પરના રખડુ શ્વાનને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશની નિંદા કરી
મુંબઇ : દિલ્લહીએનસીઆરમાં સડક પરના શ્વાનોના સંબંધમાં સુપ્રીમ કોર્ટના હાલના નિર્દેશ પર ઘણા લોકોએ આપત્તિ જતાવી છ.ે જેમાં જાહ્નવી કપૂર અને વરુણ ધવન પણ સામેલ છે.અદાલતે નગર નિગમને શેરીના શ્વાનો માટે પ્રયાપ્ત આશ્રય સ્થળ બનાવવા અને તેમને સાર્વજનિક સ્થાનોથી દૂર કરવા માટે મળીને કામ કરવા નિર્દેશઆપ્યો છે. આમ કરવાનું તેમનું કારણ બાળકો અને શિશુઓ પર આવારા શ્વાનોના હુમલાથી રક્ષણ આપવાનું છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ ફેંસલાનો ઉલંઘન કરનાર કોઇ પણ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
હવે આ આદેશ પર જાહ્નવી અન ેવરુણ દવને પોતાનું અસમર્થન કર્યું છે. જાહ્વવી એક સમર્પિત પાલતૂ પશુ પાલક છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે, તેઓ તેમને ખતરામાં ગણાવે છે, જ્યારે અમારા માટે તેઓ દિલની ધડકન છે. તેઓ દુકાનદારની બિસ્કિટ ખાઇને તેમના ચોકીદાર સમાન છે. તેઓ પોતાનાજાણીતા ચેહારને જોઇને પોતાની પુંછડી પટપટાવતા હોય છે. અભિનેત્રીએ આ મૂંગા શ્વાનોના સમર્થન માટે લોકોને પણ આગળ આવવાનું કહ્યું છે.
જ્યારે વરુણ ધવને પોતાની ઇન્સ્ટાસ્ટોરી પર આ યાચિકા પર ફરી વિચાર કરવાની વિનંતી કરી છે.








