Get The App

જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરીની રીલિઝ ઠેલાશે

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરીની રીલિઝ ઠેલાશે 1 - image


- જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે

- જાહ્નવી કે સિદ્ધાર્થ કોઈ સેલેબલ સ્ટાર નથી, જુલાઈમાં બીજી ઘણી ફિલ્મો છે

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરેની ફિલ્મ 'પરમ સુંદરીની રિલીઝ  તારીખમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતા છે. ફિલ્મ મૂળ પ્લાનિંગ પ્રમાણે પચ્ચીસમી જુલાઈના રોજ રીલિઝ કરવાની હતી. પરંતુ, આ જ દિવસે અજય દેવગણની 'સન ઓફ સરદાર ટુ' રીલિઝ થઈ રહી છે. તે ઉપરાંત પણ સમગ્ર મહિનામાં બીજી  અનેક ફિલ્મો રીલિઝ થવાની છે. આથી, બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા 'પરમ સુંદરી'ની રીલિઝ પાછી ઠેલાય તેવી સંભાવના છે.

જાહ્નવી  કપૂર કે સિદ્ધાર્થ મલ્હોત્રા બેમાંથી કોઈનું પણ એવું ફેન ફોલોઈંગ નથી કે જેથી બોક્સ ઓફિસ પર સફળતાની ગેરન્ટી મળે. 

બંને કલાકારોની એક્ટિંગમાં પણ ખાસ કોઈ દમ હોતો નથી. આથી, ફિલ્મ માટે કૃત્રિમ હાઈપ ઊભો કરીને તેને ચલાવી દેવાની સ્ટ્રેટેજી જ કારગત નિવડે તેમ છે. 

 જુલાઇ મહિનામા  'સન ઓફ સરદાર ટ'ુ, 'મેટ્રો ઇન દિનો','કિંગડમ', હોલીવૂડ ફિલ્મ 'જુરાસિક  વર્લ્ડઃ રિબથ'ર્, 'આંખોકિ ગુસ્તાખિયા'ં,'માલિક', અને અન્ય એક હોલીવૂડ ફિલ્મ 'સુપરમેન' તેમજ અન્ય ફિલ્મો રીલિઝ થવાની છે. 

 મેડોકની ટીમ હવે ૨૯ ઓગ્સ્ટના સ્લોટમાં અન્ય ફિલ્મો ન હોવાથી આ તારીખને ધ્યાનમાં લઇ રહી છે.  મેડોક ફિલ્મ્સ દ્વારા અગાઉ 'જરા હટકે જરા બચકે' તથા 'ભૂલચૂક માફ'નાં રીલિઝ શિડયૂલમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયા હતા. તેઓ 'પરમ સુંદરી'ના કેસમાં પણ તેનું રિપિટેશન કરી શકે છે. 

Tags :