For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાહ્નવી કપૂરની ફિલ્મનું રેટિંગ સતત નીચે ઊતરી રહ્યુ છે

- ભારતીય વાયુસેનાએ આ ફિલ્મ બાબત આપત્તિ જતાવી છે

Updated: Aug 14th, 2020

Article Content Image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 ઓગસ્ટ 2020, ગુરુવાર

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સકસેના ઃ ધ કારગિલ ગર્લ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. પરંતુ એની સાથે વિવાદોમાં પણ આવી ગઇ છે. ફ્લાઇટ લેફ્ટ. ગુંજન સકસેના પર આધારિત આ બાયોપિક પર ભારતીય વાયુસેનાએ આપત્તિ જતાવી છે. આ પછી આ ફિલ્મને સોશિયલ  મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આએડીબી પર પણ ફિલ્મનું રેટિંગ સતત નીચે આવતું જાય છે. 

ભારતીય વાયુસેનાએ ફિલ્મના ઘણા દ્રશ્યો અંગે ફરિયાદ કરી છે. તેમણે સેન્સર બોર્ડને લેખિતમાં શિકાયત કરી છે કે ફિલ્મમાંના થોડા પાત્રો નેગેટેવિ જોવા મળી રહ્યા છે. તેમણે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, એક્સ ફ્લાઇટ લેફ્ટ. ગુંજન સકસેનાને રૂપેરી પડદે એવ સ્થિતિઓ દર્શાવી છે જે ભ્રામક છે અને વિષેષ રૂપથી ભારતીય વાયુસેનાના વર્ક કલ્ચરની મહિલાઓને ધર્મા પ્રોડકશને અનુચિત દાખવી છે. 

આ ફરિયાદ અને વિવાદ પછી આઇએમડીબી પર ફિલ્મની રેટિંગ સતત ઘટી રહી છે. ઘણા યુઝર્સે આ ફિલ્મને એક જ સ્ટાર આપ્યો છે. અત્યાર સુધી આએમડીબીની સાઇટ પર ૪,૬૫૮ યૂઝર્સે રેટિંગ આપ્યા છે અને એને ૧૦માંથી ૪.૬ જ અંક મળ્યા છે.

Gujarat