આમિર ખાનની ફ્લોપ ફિલ્મના કારણે અક્ષય-ટ્વિંકલના લગ્ન થયા હતા, એક્ટરે ફોડ પાડ્યો
આમિરના કારણે મારા લગ્ન થયા: અક્ષય કુમાર
અક્ષય કુમારે ખુલાસો કર્યો છે કે ટ્વિંકલ ખન્નાની ફિલ્મ 'મેલા', જેમા સુપરસ્ટાર આમિર ખાન અને તેનો ભાઈ ફૈઝલ ખાન પણ હતા. અક્ષયે કહ્યું કે,'જ્યારે ફિલ્મ 'મેલા' રિલીઝ થવાની હતી ત્યારે મારુ ટ્વિંકલ સાથે અફેર ચાલી રહ્યું હતું, તો મે ટ્વિંકલને લગ્ન માટે પૂંછયું, પણ એ તે સમયે લગ્ન કરવા નહોતી ઇચ્છતી. પણ ટ્વિંકલે મને કહ્યું કે હું લગ્ન ત્યારે કરીશ જ્યારે જ્યારે 'મેલા' ફિલ્મ હીટ નહીં થાય. બધાને એવુ લાગ્યું હતું કે ફિલ્મમાં આમિર ખાન હોવાથી ફિલ્મ સુપર-ડુપર હીટ થઈ જશે અને ફિલ્મના ડિરેક્ટર પણ ધર્મેશ દર્શન હતા.. માફી માગું છું આમિરની, કારણકે તેની ફિલ્મ તો ચાલી નહીં પણ તેના કારણે મારા લગ્ન ટ્વિંકલ સાથે થઈ ગયા'
ટ્વિંકલ ખન્નાનો અક્ષય સાથેનો બોન્ડ કેવો છે ?
અક્ષય કુમારે તેની પત્ની ટ્વિંકલ ખન્ના વિશે વાત કરતાં કહ્યું કે તેની પત્ની કોઈ પણ મુદ્દે બિંદાસ અભિપ્રાય આપવા માટે જાણીતી છે. અક્ષયે કહ્યું કે,'ટ્વિંકલના મગજમાં જે આવે તે વિચાર કર્યા વગર બોલી દે છે'. અક્ષયે ટ્વિંકલ સાથે સંકળાયેલી વાર્તા કીધી હતી. તેણે કહ્યું,' જ્યારે અમારા નવા લગ્ન થયા હતા, ત્યારે હું એક ફિલ્મના ટ્રાયલ શો પર લઈ ગયો હતો. જ્યારે ફિલ્મના નિર્માતાએ ટ્વિંકલને પૂંછયું કે.... ભાભી તમને આ ફિલ્મ કેવી લાગી? તો ટ્વિંકલે જવાબ આપ્યો કે.. સાવ જ બકવાસ. એક સમયે મને તો એવું લાગ્યું કે હવે તે નિર્માતા ક્યારે મને કાસ્ટ જ નહીં કરે'
જણાવી દઇએ કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન 17 જાન્યુઆરી 2001માં થયા હતા. બંનેએ એક લગ્ન સમારંભમાં સાત ફેરા લીધા હતા. લગ્નના એક વર્ષ બાદ પુત્ર આરવનો જન્મ થયો. ત્યારબાદ કપલ 2012માં બીજી વાર દીકરી નિતારાના માતા-પિતા બન્યા. ટ્વિન્કલ ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેના પિતા રાજેશ ખન્ના બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક હતા. જ્યારે તેની માતા ડિમ્પલ કાપડિયા પણ એક્ટ્રેસ છે.