app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ફિલ્મોમાં ફલોપ જેક્લિન પણ હવે ઓટીટીના શરણે

Updated: Nov 21st, 2023


- સુકેશ કેસની અસરથી ફિલ્મો મળતી નથી

- વેબ સીરીઝમાં નીલ નીતિન મુકેશ સાથે રોમાન્ટિક ભૂમિકામાં દેખાશે

મુંબઇ : સુકેશ ચન્દ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં સહ આરોપી અને હાલ જામીન પર જ બહાર રહેલી જેક્લિનને બોલીવૂડના મોટાભાગનાં મોટાં પ્રોડક્શન હાઉસ ફિલ્મોમાં લેવાનું ટાળી રહ્યા છે. આથી તેણે પણ હવે ઓટીટીની રાહ પકડી છે અને એક વેબ સીરઝમાં કામ કરવાની છે. 

જેક્લિનની વેબ સીરીઝનું ટાઈટલ 'ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' છે. તેમાં  તે નીલ નીતિન મુકેશ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. 

જોકે, સીરીઝની સ્ટોરી વિશે કશું જાણવા મળ્યું નથી. 

જેક્લિન પાસે 'હાઉસફૂલ ફાઈવ' જેવી એક-બે ફિલ્મો જ છે. આ ફિલ્મોમાં પણ અનેક કલાકારનો મેળા વચ્ચે જેક્લિન પાસે થોડી મિનીટોની જ સ્ક્રીન પ્રેઝન્સ છે. 

સુકેશ કેસમાં સંડોવણી બાદ બોલીવૂડના મોટા પ્રોડયૂસર જેક્લિનને સાઈન કરતાં ડરે છે. જેક્લિન સાથે કોઈ નાણાંકીય વ્યવહાર કરવા જતાં ઈડીની તપાસનો રેલો આવશે તેવી તેમને બીક છે. 

કરોડોના ખંડણી કેસનો આરોપી સુકેશ ચન્દ્રશેખર  જેક્લિન પોતાની પ્રેમિકા હોવાનું ગણાવે છે. જેક્લિને તેની પાસેથી કરોડોની ગિફ્ટસ સ્વીકારી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે જેક્લિને આ ગિફ્ટસ દ્વારા વાસ્તવમાં સુકેશ ચન્દ્રશેખરને મની લોન્ડરિંગમાં મદદ કરી હતી. જોકે, જેક્લિન પોતે પણ સુકેશની ઠગાઈનો ભોગ બની હોવાનો દાવો કરી રહી છે. 

Gujarat