mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ટીવી ક્વીને રચ્યો ઈતિહાસ : એકતા કપૂર 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

વીર દાસે કોમેડિયન સ્પેશિયલ વીર દાસ: લેન્ડિંગનું ડાયરેકશન કર્યું છે

શેફાલી શાહ અને જિમ સરબને પણ ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરાયા

Updated: Nov 21st, 2023

ટીવી ક્વીને રચ્યો ઈતિહાસ : એકતા કપૂર 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની 1 - image
Image:Twitter

International Emmy Awards 2023 : ન્યૂયોર્કમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક છે. આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ઓટીટીની દુનિયા પર પોતાના કન્ટેન્ટ દ્વારા રાજ કરનાર ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર અને કોમેડિયન વીર દાસને આ ઇન્ટરનેશનલ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. એકતા કપૂર 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની ગઈ છે.


આ ફિલ્મ માટે મળ્યો એવોર્ડ

વીર દાસ કોમેડિયનની સાથે સાથે એક્ટર અને સંગીતકાર પણ છે. તેણે આ સન્માન તેના કોમેડિયન સ્પેશિયલ 'વીર દાસ: લેન્ડિંગ' માટે આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં વીર દાસે ભારતીય-અમેરિકન સંસ્કૃતિના આંતરછેદને રાજકીય દ્રષ્ટિકોણથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મને વીર દાસે ડાયરેક્ટ કરી હતી. વીર દાસ: લેન્ડિંગની સાથે ડેરી ગર્લ્સ સિઝન-3ને પણ કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ આપવામાં આવ્યો છે.

વર્ષ 2021માં પણ વીર દાસ થયો હતો નોમિનેટ

વીર દાસ ને આ પહેલા વર્ષ 2021માં તેના કોમેડી શો 'ટુ ઈન્ડિયા' માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો પરંતુ તે આ એવોર્ડ જીતી શક્યો ન હતો. આ વર્ષે 'દિલ્હી ક્રાઈમ 2' માટે એક્ટ્રેસ શેફાલી શાહ અને 'રોકેટ બોયઝ 2' માટે એક્ટર જિમ સરબને પણ ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

ટીવી ક્વીને રચ્યો ઈતિહાસ : એકતા કપૂર 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની 2 - image

Gujarat