બોલિવૂડના ટોપ-10 સ્ટાર્સની યાદીમાં સલમાન ખાને બાજી મારી, શાહરુખ-હ્રતિકની હાલત ખરાબ!
India Forum Top-10 Bollywood Actors: 100 વર્ષથી વધુ સમયથી બોલિવૂડ તેની ચમક અને અભિનેતાઓના શક્તિશાળી પ્રદર્શનથી દર્શકોને આકર્ષી રહ્યું છે. આ લાંબા ઈતિહાસમાં, ઘણા એવા સ્ટાર્સ આવ્યા છે જેમની ચમક ક્યારેય ઓછી થઈ નથી. ઈન્ડિયા ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલી ટોપ 10 સ્ટાર્સની યાદીમાં, કેટલાક એવા નામ છે જે ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળ્યા નથી, તેમ છતાં તેમની લોકપ્રિયતા અને ચમક આજે પણ અકબંધ છે. ચાલો જાણીએ આ યાદીમાં કયા સ્ટાર્સે પોતાનું સ્થાન બનાવ્યું છે.
બોલિવૂડના ટોચના કલાકારોની યાદી: કોણે બાજી મારી?
આ યાદીમાં ટોપ-10ના લિસ્ટમાં શાહરૂખ ખાન, વિક્કી કૌશલ કે અક્ષય કુમારને સ્થાન મળ્યું નથી. આ યાદીમાં શાહરૂખ ખાન 13મી પોઝિશન, વિક્કી કૌશલ 15 અને અક્ષય કુમારને 18મી પોઝિશન મળી છે. જ્યારે એક એક્ટર એવો છે જેણે રિતિક રોશન, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જેવા કલાકારોને પાછળ છોડી દીધા છે. તો ચાલો આખી યાદી અને એ પણ જાણીએ કે આ યાદીમાં પહેલું સ્થાન કોને મળ્યું છે.
બોલિવૂડનો સૌથી લોકપ્રિય સ્ટાર: સલમાન ખાન
સલમાન ખાને ટોપ-10ની યાદીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેનો 'બિગ બી' રિયાલિટી શો અને 'ગલવાન' ફિલ્મના કારણે અભિનેતા હાલ સૌથી વધુ ચર્ચામાં છે. જયારે બીજા નંબરે કેટરિના કૈફ છે, જે હાલ ફિલ્મોમાં જોવા ન મળવા છતાં આજે પણ ટોપ-10ની યાદીમાં બીજા ક્રમેં સ્થાન જાળવી શકી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ શાહરુખ, રણવીર સિંહ, રણબીર કપૂર, હૃતિક, આલિયા અને દીપિકાને પછાડીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. ચોથા ક્રમાંકે દીપિકા પદુકોણ છે. જે કિંગ તેમજ સાઉથના દિગ્દર્શકો સાથે ફિલ્મમાં વ્યસ્ત છે.
ટોપ-10માં રણવીર સિંહ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટને સ્થાન
રણવીર સિંહ આ યાદીમાં નંબર-5 પર આવ્યો છે. 'ધુરંધર' ફિલ્મને લઇને હાલ અભિનેતા ચર્ચામાં છે. રણબીર કપૂર આ લિસ્ટમાં નંબર-6ની પોઝિશન પર છે. કહેવાય છે કે, તેણે થોડા મહિનાઓથી પોતાની ફીમાં વધારો કર્યો છે. જયારે આલિયા ભટ્ટ આ યાદીમાં 7માં સ્થાને છે. આવનારા સમયમાં તેની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 પણ સામેલ છે.
આ પણ વાંચો: ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ઈડી દ્વારા સમન્સ
શિલ્પા, પ્રિયંકા અને હૃતિક ટોપ-10માં સામેલ
આ યાદીમાં શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાના કૌભાંડોના કારણે વિવાદોમાં સપડાઈ હોવા છતાં પણ 8મા સ્થાને આવી છે. તેમજ આ યાદીમાં પ્રિયંકા ચોપરા હોલિવૂડ ફિલ્મો અને ટીવી શોઝમાં વ્યસ્ત છે, તેમજ હાલ સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે અને બોલિવૂડમાં પણ કામ કરે તેવી પૂરી શક્યતા છે તેણે આ યાદીમાં 9મું સ્થાન મેળવ્યું છે. તેમજ ઋતિક રોશને આ યાદીમાં 10મા નંબરે આવ્યો છે.