Get The App

ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ઈડી દ્વારા સમન્સ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ઈડી દ્વારા સમન્સ 1 - image


- બેટિંગ એપના કેસમાં હાજર થવા ફરમાન 

- મની લોન્ડરિંગ અને  વિદેશી હુંડિયામણ ભંગના કેસમાં પૂછપરછ કરાશે

મુંબઈ: એકટ્રેસ ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને એક બેટિંગ એપના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલાયું છે. 

મીમીને તા. ૧૫મી સપ્ટેમ્બરે અને ઉર્વશીને તા. ૧૬મી સપ્ટેમ્બરે ઈડીની દિલ્હી ઓફિસ ખાતે  હાજર થવા  જણાવાયું છે. 

વન એક્સ બેટ નામનાં એક ઓનલાઈન બેટિંગ એપને એન્ડોર્સ કરવાના કેસમાં બંનેની પૂછપરછ થશે. ઈડી આ એપ દ્વારા મની લોન્ડરિંગ તથા વિદેશી હુંડિયામણને લગતા નિયમોના ભંગની તપાસ કરી રહી છે. અગાઉ આ કેસમાં ક્રિકેટર શિખર ધવન તથા સુરેશ રૈનાની પણ પૂછપરછ થઈ ચૂકી છે. 

ઈડી આ એપ એન્ડોર્સ કરવા માટે કઈ રીતે નાણાં ચૂકવાયાં હતાં તે અંગે તેમને સવાલો કરે તેવી સંભાવના છે. 

Tags :