Get The App

OTT પર પણ પાકિસ્તાની ફિલ્મો-વેબ સીરિઝ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
India Ban Pakistani Conten


India Ban Pakistani Content: ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં મંત્રાલયે ભારતમાં ચાલતા તમામ OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં બનેલા કોઈપણ કન્ટેન્ટનું સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ પર પણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લીધો આ નિર્ણય 

ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં બનેલા કન્ટેન્ટમાં વેબ-સિરીઝ, મૂવીઝ, ગીતો, પોડકાસ્ટ અથવા કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ શામેલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: સંજય દત્ત બાદ લિએન્ડર પેસ સાથે સંબંધોના અંત અંગે રિયા પિલ્લઈનું દર્દ છલકાયું, કહ્યું - 'બાળકોને લીધે...'

'ઓપરેશન સિંદૂર' પછી પાકિસ્તાન સામે કાર્યવાહી

આ પહેલા મંગળવાર, 6 મેના રોજ મધ્યરાત્રિએ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો. સેનાએ આ ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. એવામાં રાષ્ટ્રીય સુરક્ષાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ભારતમાં ચાલતા તમામ કન્ટેન્ટનું સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ તેમજ મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

OTT પર પણ પાકિસ્તાની ફિલ્મો-વેબ સીરિઝ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય 2 - image

Tags :