હૃતિક રોશનની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોવા મળશે કે નહીં એ અંગે અવઢવ
- હૃતિક રોશનની ક્રિષ 4ની તડામાર તૈયારી ચાલી રહી છે
- રાકેશ રોશનના અનુસાર સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે તેના અનુસાર પ્રિયંકા માટે નિર્ણય લેવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 મે 2020, રવિવાર
હૃતિક રોશનની ક્રિષ ૪ની તડામાર તૈયારી ચાલી રહી છે. ક્રિષ ૩માં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરાની જોડી જોવા મળી હતી. હવે ચોથી સીરીઝમાં પણ આ જ જોડી હશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી.
ક્રિષ ૪ના દિગ્દર્શક રાકેશ રોશને જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં પ્રિયંકાને લેવી કે નહીં તેનો અંતિમ નિર્ણય ફિલ્મની વાર્તા પૂરી થયા પછી જ લેવામાં આવશે. જો આ ફિલ્મમાં પ્રિયંકાની જરૃર હશે તો તેને ચોક્કસ લેવામાં આવશે અને પરંતુ જો વાર્તામાં તેનું મહત્વ નહીં હોય તો તેના વગર જ ફિલ્મ બનાવામાં આવશે.આ નિર્ણય લેતા મને બિલકુલ સંકોચ થશે નહીં.
વાસ્તવમાં પ્રિયંકા લાંબા સમયથી હોલીવૂડમાં સક્રિય છે તેમજ એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરી રહી છે. બોલીવૂડમાં પણ તે એકાદ પ્રોજેક્ટ સાઇન કરી લે છે. પરંતુ તેને રાકેશ રોશનની આ ફિલ્મ મળે તો આ જોડી ફરી રૃપેરી પડદે સાથે જોવા મળશે.
ક્રિષ ૪નું કામ ધીમું ચાલી રહ્યું છે. દિગ્દર્શક રાકેશ રોશન કેન્સરની સારવાર હેઠળ હોવાથી આ ફિલ્મનું કામ આગળ વધી શક્યું નથી.