Get The App

એક રિયાલિટી શોમાં રોહિત શેટ્ટીના સ્થાને ફરાહ ખાન હોસ્ટ બનશે

- જોકે આ રિપ્લેસમેન્ટ ફક્ત પહેલા બે એપિસોડ માટેનું જ છે

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
એક રિયાલિટી શોમાં રોહિત શેટ્ટીના સ્થાને ફરાહ ખાન હોસ્ટ બનશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.24 જુલાઈ 2020, શુક્રવાર

ટચૂકડા પડદાનો જાણીતો રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન ૧૦ પોતાના ફિનાલે વીકમાં પહોંચી ગયો છે. હવે આ સીઝન પછી ખતરોં કે ખિલાડી રીલોડેડ આવવાનો છે. આ શોને પહેલા રોહિત શેટ્ટી હોસ્ટ કરતો હતો પરંતુ તેનું સ્થાન હવે ફરાહ ખાને લીધું છે. 

રોહિત શેટ્ટી પહેલા બે એપિસોડ માટેનું છે. રોહિત પહેલા બે એપિસોડને હોસ્ટ કરી શકે એમ ન હોવાથી તેના સ્થાને ફરાહ ખાનને ગોઠવી દીધી હોવાની વાત છે. 

એક રિપોર્ટના અનુસાર ખતરોં કે ખિલાડી રીલોડેડનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. રોહિત પોતાની આવનારી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે. તેથી તે હાલ આ શોના શોટિંગમાં હાજરી આપી શકે એમ નથી. એવામાં મેકર્સે ફક્ત બે અઠવાડિયાના એપિસોડ માટે ફરાહ ખાનનો એપ્રોજ કર્યો હતો. ફરાહે આ માટે તૈયારી દર્શાવી હોવાથી શૂટિંગ શરૂ થઇ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફરાહ ખાને સલમાન ખાનના બિગ બોસના થોડા એપિસોડની હોસ્ટ રહી હતી. સલમાનની વ્યસ્તતાને કારણે બિગ બોસ સીઝન આઠના ઘરની કમાન ફરાહે સંભાળી હતી.

Tags :